તાપી જિલ્લાનાં નિઝર તાલુકાનાં દેવળપાડા ગામમાં મેઘરાજને રિઝવવા માટેનો કાર્યક્રમ ગ્રામજનોએ કર્યો હતો. તાપી નદી કિનારે આવેલ મહાદેવ મંદિરમાં જેને પુંજા-અર્ચના કરવામાં આવી હતી, આ સાથે ગૃહિણીઓ અને કુમારીઓ વિગેરેએ તાપી નદીમાંથી બેડામાં પાણી ભરી લાવી મંદિરમાં શિવલીંગને જળાભિષેક કર્યો હતો. ગ્રામજનોના જણાવ્યા મુજબ, અમે ખેતરોમાં કપાસ, તુવેર, ડાંગર અને અન્ય પાકોની વાવની કરી દીધી છે.
પરંતુ, હાલમાં વરસાદે વિરામ લેતા જમીન સુકાવા લગતા ઉગી નીકળેલ પાક ચીમળાવાની શક્યતા છે. લીલો ઘાસચારો પણ સુકાઈ જવાથી પશુઓ માટે ખોરાકની તંગી સર્જાઈ શકે છે. ત્યારે મેઘરાજા મહેરબાન થાય તે માટે ગામમાં ઢંઢેરો વગાડવામાં આવતા નાચગાન તથા વર્ષા ઋતુને રિઝવવા ગીતો સાથે લોકો નદી કિનારે પહોંચી ત્યાંથી બેડામાં પાણી ભરીને મંદિરે પહોંચી જલ્દી મેઘરાજ પધારો અને લીલોતરી કરો જેથિએ ખેતાપાકો સારા થયા તેમજ માનવ જીવનને ધાન્ય મળી રહે તેમજ પશુઓને ઘાસચારા મળે તેવી પ્રાથના કરવામાં અવાઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500