વ્યારા નગર ખાતે રેલ્વે સ્ટેશનની મુલાકાત માટે આવેલા રાષ્ટ્રીય સંયોજક ડો.રાજેન્દ્ર ફળકે અને પશ્ચિમ રેલવે બોર્ડના ચેરમેન છોટુભાઈ પાટિલએ લીધી હતી, જે દરમિયાન વ્યારાના આગેવાનો દ્વારા વ્યારા રેલ્વે સ્ટેશન પર નવી ટ્રેન ચાલુ કરવા તેમજ વ્યારાના કાકરાપાર બાયપાસ રોડ પર બંધ ઓવરબ્રિજ શરૂ કરવા સહિત વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી.
વ્યારા રેલ્વે સ્ટેશનની મુલાકાત, ‘બેટી બચાવો બેટી પઢાઓ’ અભિયાનના રાષ્ટ્રીય સંયોજક ડો.રાજેન્દ્ર ફડકે તેમજ પશ્ચિમ રેલ્વે બોર્ડના ચેરમેન છોટુભાઈ પાટીલએ લીધી હતી. જે દરમિયાન તાપી જિલ્લાના આગેવાનો સાથે મુલાકાત લઈ વિવિધ પ્રશ્નો સાંભળ્યા અને તેના નિરાકરણની ખાતરી આપી હતી.
તાપી જિલ્લાના સ્થાનિક આદિવાસી સમાજના લોકોને ધંધા રોજગાર માટે મુસાફરીમાં મુશ્કેલી ન પડે તે માટે તાપીથી સુરત તરફ જતી લોકલ ટ્રેન શરૂ કરવા, વ્યારામાં ધંધા રોજગાર માટે વસતા પરપ્રાંતીય લોકોને વતન જવા વ્યારા અને સોનગઢ રેલ્વે સ્ટેશનએ ખાનદેશ એક્સપ્રેસનું સ્ટોપેજ અને રાજસ્થાન તરફ જતી ટ્રેનનું સ્ટોપેજ આપવા તથા હોમીઓપેથીક કોલેજ પાસે વ્યારા કાકરાપાર બાયપાસ રોડ પર બંધ રેલ્વે ઓવરબ્રિજનું કામ ફરી શરૂ કરવા લેખિતમાં રજૂઆત કરી હતી, જેમાં તાલુકા પ્રભારી મંત્રી અનીશભાઇ ચૌધરી, નગર સંગઠન પ્રમુખ કેયુર શાહ અને રાજુ મોહિત હાજર રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500