Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલનાં ત્રણ રસ્તા પાસે માસ્ક પહેર્યા વગર ટ્રક ચાલક ઝડપાતા પોલીસ કાર્યવાહી કરાઈ

  • May 14, 2021 

ઉચ્છલનાં ત્રણ રસ્તા પાસેથી મોઢે માસ્ક પહેર્યા વગર એક ટ્રક ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો ગુરુવારે ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન ઉચ્છલના ત્રણ રસ્તા પાસે ઉચ્છલ નિઝર જાહેર રોડ ઉપરથી એક ટાટા ટ્રક નંબર જીજે/05/વાયવાય/6262નો ચાલક પંકજભાઈ ગોવિંદભાઈ ગામીત રહે.હનુમંતીયા નિશાળ ફળિયું,  સોનગઢનાએ પોતાના કબ્જાની ટ્રકની કેબીનમાં પેસેંજર વચ્ચે સેફ ડીસ્ટન્સ રાખ્યા વગર અને મોઢે માસ્ક પહેર્યા વગર વાહન ચેકીંગમાં ઝડપાઈ ગયા હતા. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ દાનુભાઈની ફરિયાદના આધારે પંકજ ગામીત વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application