Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના નિવૃત ચીફ ઓફિસરે સોનું ચમકવાની લાલચમાં 1.80 લાખના ઘરેણાં ગુમાવ્યા

  • March 26, 2021 

વ્યારા નગરના કાનપુરા વિસ્તારમાં આવેલ રત્નમણિ નગર સોસાયટીમાં રહેતા નિવૃત ચીફ ઓફીસર મહેન્દ્રભાઈ નટવરભાઈ સોની અને તેમની પત્ની હેમાંગીનીબેન નિવૃત્તિમય જીવન પસાર કરી રહ્યા છે. મહેન્દ્રભાઈ પેપર વાંચતા હતા તે સમય દરમિયાન ઘરના પાછળના દરવાજેથી આશરે 25 થી 30 વર્ષનો ડાર્ક બ્લુ શર્ટ અને ડાર્ક બ્લુ જીન્સ પહેરેલ એક શખ્સ સાથે કાળા કલરની બેગ લઈને આવ્યો હતો અને પોતાની પાસે રહેલું લીકવીડનું પાઉચ હેમાંગીનીબેન ને બતાવી વાસણો ચમકવાનું લીકવીડ છે એમ કહી બેગમાંથી એક પાવડરનું પાઉચ કાઢ્યું હતું અને રસોડામાં મુકેલ પૂજા માટેનો તાંબાનો લોટો ચમકાવી આપી વિશ્વાસમાં લઈ સોના-ચાંદીના ઘરેણાં પણ ચમકાવી આપવાની વાતો કરી હતી.

 

 

 

 

તેમણી વાતોમાં આવી જઈ મહેન્દ્રભાઈ અને પત્નીએ પહેરેલા સોનાનું મંગળસુત્ર નંગ-1, સોનાની ચેઈન નંગ-1, સોનાની બંગળી નંગ-2, તથા સોનાની વીંટી નંગ-1 મળી કુલ 6 તોલા સોનાના દાગીનાના કુલ રૂપિયા 1,80,000/-ના ઘરેણાં શરીર પરથી કાઢી બંને ઠગોને આપ્યા હતા.

 

 

 

 

આ બંને ઠગોએ કુકરમાં હળદર નાખી ઘરેણાં મૂકી કુકરનું ઢાંકણ બંધ કરી ગેસના ચૂલા પર મુક્યું હતું અને ત્રણ મિનીટ પછી ખોલવાનું કહી નજર ચૂકવીને તમામ ઘરેણાં લઈ નાસી છુટ્યા હતા. ત્યારબાદ કુકર ખોલ્યા બાદ સોનાના ઘરેણાં ના નીકળતા પોતે છેતરાયા છે તેવુ સમજતા આસપાસ તપાસ કરતા બંને ઠગોની કોઈ ભાળ ના મળતા મહેન્દ્રભાઈ સોનીએ આ ઘટના અંગે વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application