ઉચ્છલ તાલુકા મથકનું મુખ્ય ગામ હોવાથી બેંક તથા અન્ય કામ માટે રોજીંદા લોકોની અવર-જવર વધુ પ્રમાણમાં હોય છે અને બેંક ગ્રાહકોની સરળતા સાથે સુવિધાના ભાગ રૂપે બેંક ઓફ બરોડાની ઉચ્છલ શાખા દ્વારા એટીએમ તો પૂરું પાડવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા 3 માસથી એટીએમ બંધ હાલતમાં હોવાથી બેંક ગ્રાહકોએ પરત ફરવું પડે છે.
એટીએમ બંધ હોવાથી ઈમરજન્સી સમયે ગ્રાહકોને નાણા મળી શકતા નથી. સંપૂર્ણ આદિવાસી વિસ્તાર ધરાવતા ઉચ્છલ તાલુકામાં બેંકને લગતી સુવિધા તો મળી પરંતુ બંધ હાલતમાં હોવા છતાં પુનઃ ચાલુ કરવામાં ઠીલ અપનાવામાં આવી રહી છે. બેંક મેનેજમેન્ટ વહેલી તકે એટીએમ ચાલુ કરાવા કાર્યવાહી કરે એ જરૂરી છે.(ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application