તાપી જિલ્લાના મહારાષ્ટ્રને અડી ને આવેલા ઉચ્છલના નેશનલ પોલટ્રી ફાર્મમાં 6થી વધુ મરઘાંમાં બર્ડફૂલુંના લક્ષણો જોવા મળ્યા હતા અને તેનો રિપોર્ટ કરાવતા રિપોર્ટ પોઝીટીવ આવતા તાપી જિલ્લાનું પશુપાલન વિભાગ દોડતું થઈ ગયું હતું. નેશનલ પોલટ્રી ફાર્મ ખાતે પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો હતો અને પોલટ્રી ફાર્મને સિલ કરી દેવામાં આવ્યું હતું.
આ અંગે તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા એક જાહેરનામું પણ મોડી સાંજે બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં પોલટ્રી ફાર્મના પાંચ કિલોમીટરની અંદર આવતા ત્રિજયા વાળા વિસ્તારને પ્રતિબધિત વિસ્તાર તરીકે જાહેર કરી દેવામાં આવ્યો હતો.
ઉચ્છલના નેશનલ પોલટ્રી ફાર્મમાં બર્ડફૂલું ને લઈને ગાંધીનગરથી આરોગ્ય વિભાગ પશુપાલન વિભાગના રોગચાળો નિયંત્રણ અધિકારી સહિતની 17 જેટલી ટીમે પોલટ્રી ફાર્મની વિઝીટ કરીને મરઘાંનો નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંગે પોલત્રી ફાર્મ માલિકે યોગ્ય વળતર મળે તેવી માંગ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500