વ્યારા નગર-પાલિકાના વિરોધ પક્ષના સભ્ય દિલીપભાઈ જાદવ અને અન્ય સભ્યો દ્વારા પાલિકામાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે, વ્યારા નગરપાલિકા વિસ્તારમાં વિવિધ લોકોપયોગી કાર્યો ચાલી જેના લોકાર્પણ થઈ રહ્યા છે. પરંતુ આ તમામ કાર્યોમાં યોગ્ય અને સારી ક્વોલીટીનું મટીરીયલ વાપરવામાં નથી આવી રહ્યુ અને ખુબ જ ઉતાવળ કરીને કામો થઈ રહ્યા છે જેથી આવા કામો તકલાદી છે. જેમાં હાલમાં જ નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે લોકાર્પણ થતા છે.
તેમાં વોર્ડ નંબર-1ના સિંગી વિસ્તારમાં અટલ વિહાર ઉદ્યાનનું લોકાર્પણ થયું હતું. જેના 2 દીવસ પછી જ આ બાગનો મુખ્ય ગેટ ટુટી ગયો હતો અને સ્થળ પર જોતા હલકી ક્વાલીટીનું મટીરીયલ વાપરીને કામગીરી કરવામાં આવી હોય એવું લાગીએ રહ્યું છે. આ કામગીરીમાં લગભગ 42 લાખ જેટલી માતબાર રકમ ખર્ચવા છતા પણ આવી ક્વોલીટીનું કામ ચલાવી લેવામાં આવે છે. જેથી આ બાબતે યોગ્ય તપાસ કરી જવાબદાર એજન્સી સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application