Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મેડિકલ ઓફિસરે અભદ્ર ભાષાનો પ્રયોગ કરતાં આરોગ્ય કર્મચારીઓએ ડી.એચ.ઓ.ને કરી રજૂઆત

  • September 14, 2021 

તાપીના ડોલવણ તાલુકાના પ્રાથમિક અઆરોગ્ય કેન્દ્ર પદમડુંગરીના મેડિકલ ઓફિસર ડો.યોગેશભાઈ ગામીત દ્વારા અભદ્ર ભાષાનો પ્રયોગ કરી આરોગ્ય કર્મચારીઓને માનસિક ત્રાસ આપી હેરાનગતિ કરવા અંગે તટસ્થ તપાસ કરી કાર્યવાહી કરવા જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ, જિલ્લા શિક્ષણ અધિકારી સહિત અન્ય અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી હતી.

 

 

 

 

 

તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ સુરેશભાઈ ગામીત મુખ્ય કન્વીનર રીબેકાબેન અને મંત્રી સંજીવકુમાર સહિત આગેવાનો દ્વારા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઇ પટેલને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પદમડુંગરી, ડોલવણના 22 આરોગ્ય કર્મચારીઓની મંડળની મળેલ લેખિત રજૂઆતની વિગત મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પદમડુંગરીનાં મેડિકલ ઓફિસર ડો.યોગેશભાઈ ગામીત ઘણા સમયથી આરોગ્ય કર્મચારીઓને સ્ટાફ રીવ્યુ મિટીંગ અને રૂટીન કામગીરી દરમિયાન ગાળો અને અશ્લીલ ભાષા વાપરીને દર્દીઓની હાજરીમાં મહિલા આરોગ્ય કર્મચારીઓને અપમાન કરી હેરાનગતિ કરી રહેલ છે. જેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નામદાર ગુજરાત સરકારની કોવિડ-19ની તથા વિવિધ આરોગ્ય વિષયક સેવાઓ પુરી પડાય તે હેતુથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના 22 કરતા વધારે આરોગ્ય કર્મચારીઓ તથા આશા બહેનોનું વોટસઅપ ગૃપ કાર્યરત છે, જેમાં વારંવાર ગૃપમાં રીમુવ કરવું અને તમને લાત મારી કાઢી મુકું છું, જેવા શબ્દો વાપરી હેરાનગતિ કરી ત્રાસ આપે છે. હદ તો ત્યારે થાય છે કે, મહિલા આરોગ્ય કર્મચારીઓ સહિતના ગૃપમાં તેઓ રીમુવ કર્યા બાદ અભદ્ર શબ્દ પ્રયોગ કરી પ્રતિષ્ઠિત અને જવાબદાર મેડિકલ ઓફિસર વર્ગ-2ને ન શોભે  તેવા શબદોનો ઉપયોગ કરે છે. ઉકત્ત શબ્દ પ્રયોગથી તાપી જિલ્લાની મહિલા આરોગ્ય કર્મચારીઓમાં રોષ છે. કર્મચારીઓની ઉકત્ત સંદર્ભવાળી અરજીમાં બતાવેલ મુદ્દાઓ અભ્યાસ કરીને યોગ્ય શિક્ષાત્મક પગલા ભરવા મંડળએ વિનંતી કરી હતી.

 

 

 

 

 

અરજીમાં જણાવ્યા મુજબ, તેઓ બે વર્ષથી કેસ પેપર વગર ઓપીડી ચલાવે છે અને સ્ટાફ નર્સો પાસે મૌખિક સુચના આપી દવા વિતરણ કરાવે છે. આઉટડોર તથા ઈનડોર ઓપીડી કેસ પેપરો અને કેસ રજીસ્ટરની તપાસ થવી જોઈએ. આવા મેડિકલ ઓફિસર કહે તે કરી બતાવવા વાળા હોય મહિલા આરોગ્ય કર્મચારીઓમાં ડર છે. જેથી આરોગ્ય કામગીરી તથા આરોગ્ય કર્મચારીઓના હિતમાં તટસ્થ અને સમય મર્યાદામાં તપાસ કરી કર્મચારીઓને ન્યાય અપાવવા વિનંતી કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application