સોનગઢ તાલુકાના સાદડકુવા ગામનાં ડુંગરી ફળિયામાં રહેતા એક દંપતિ દ્વારા સર્વે નંબર 181 વાળી જમીનમાં ઘાસ કાપવા ગયા હતા. તે સમયે ચાર જેટલા વ્યક્તિઓએ ભેગા મળી દંપતી પર લોખંડના સળીયા વડે હુમલો કરી માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. તેમજ ખેતરમાં પગ મુક્યો તો જાનથી મારી નાખવાની ધમકી આપતા ચાર વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સાદડકુવા ગામનાં નિશાળ ફળિયામાં લાજરસભાઈ દશરીયાભાઈ ગામીત અને તેની પત્ની સુરેખાબેન ગામીત ખેતીકામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. આ દંપતિ સાદડકુવા ગામનાં ડુંગરી ફળિયામાં આવેલા બ્લોક સરવે નંબર 181 વાળી જમીનમાં ઘાસ કાપવા માટે ગયા હતા. તે દરમિયાન સાદડકુવા ગામના રમણભાઈ કાળીયાભાઈ ગામીત, સાવનભાઈ રમણભાઈ ગામીત, સીતાબેન રમણભાઈ ગામીત અને મરિયમબેન રમણભાઈ ગામીત આવ્યા હતા અને લાજરસ ભાઈને જણાવ્યું હતું કે, આ જમીનમાં કેમ ઘાસ કાપવા આપવા આવો છો. આ જમીન મારી છે એમ કહ્યું હતું.
જેમાં લાજરસભાઈએ જણાવ્યું કે, હું ઘણા વર્ષોથી જમીન કરતો આવ્યો છું તેમજ આ વર્ષે ભિડા પણ કર્યા છે આવું કહેતા બંને પક્ષો વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો હતો. જેમાં રમણભાઈ અને સાવનભાઈએ ઉશ્કેરાઈ જઈ લાજરસભાઈને પકડી રાખ્યા હતા તેમજ લોખંડના સળીયા વડે તેમને માથા તેમજ મોઢાના ભાગે ઇજા પહોંચાડી હતી. આ લડાઇ ઝઘડો જોઈ વચ્ચે પડેલા સુરેખાબેન છોડાવવા જતાં તેમને ઢીકમુક્કીનો મારમારી શરીરે ગંભીર ઈજા પહોંચાડી હતી તેમજ બીજી વાર પગ મુક્યો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ત્યારબાદ આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જેમાં લાજરસભાઈએ સોનગઢ પોલીસ મથકે જઇ ચાર વ્યક્તિઓ વિરુદ્ધ મારામારી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલએ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500