સોનગઢ તાલુકાનાં ધમોડી ગામની પ્રાથમિક શાળા મર્જ કરવા મુદ્દે ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારી ને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારી ને આપવામાં આવેલ આપેદનપત્ર અનુસાર સોનગઢ તાલુકાનાં ધમોડી ગામના પટેલ ફળિયામાં આવેલ પ્રાથમિક શાળા મર્જ થવા જઈ રહી છે. જે શાળાની સ્થાપના તા.02-06-1969 છે. ધમોડી ગામની પટેલ ફળિયામાં આવેલ શાળામાં મર્જ થતી અટકાવવામાં આવે તેમજ તેને ચાલુ રાખવામાં આવે. કારણ કે, ફળિયાથી મુખ્ય કેન્દ્ર પ્રાથમિક શાળા 3 કિલો મીટર અંતરે દુર આવેલ છે. જેથી ફળિયાનાં બાળકોને સ્કુલે આવવા જવાના અંતર વધી જાય છે.
આ ઉપરાંત રસ્તાઓ ઉપર ઘણા વાહનોની અવર જવર હોવાથી અકસ્માતની પણ સંભાવના ઉભી થઈ શકે છે. ફળિયાની પ્રાથમિક શાળામાં 1 થી 5 ધોરણની શાળા જ્યાં બાળકોની ઉંમર નાની હોવાથી તેમને કેન્દ્ર શાળા સુધી જવામાં તકલીફ ઉભી થાય તેમ છે. તેમજ બાળકો એકલા જઈ શકતા નથી, અમો વાલીઓ ખેતી તેમજ પશુપાલન તેમજ અનેક ધંધા રોજગાર સાથે જોડાયેલા હોવાથી રોજ બરોજ બાળકોને શાળા સુધી મુકવા જઈ શકાય તેમ નથી. જેથી ધમોડી ગામના પટેલ ફળિયામાં આવેલ પ્રાથમિક શાળા ચાલુ રાખવામાં આવે અને મર્જ થતા અટકાવવામાં આવે, એકત્રિકરણ બંધ કરવામાં આવે અને કાયમી ધોરણે પટેલ ફળિયાની પ્રાથમિક શાળાને ચાલુ રાખવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500