રાષ્ટ્રપપિતા ગાંધીજીની જન્મ જયંતિ તા.૨જી ઓકટોબરથી નશાબંધી સપ્તાહ ઉજવવામાં આવે છે. તાપી જિલ્લાનમાં પણ જિલ્લા નશબંધી અને આબકારી કચેરી તથા ગીર ફાઉન્ડેશન, ગુરુકૃપા સેવામય ટ્રસ્ટના સહયોગથી તા.૨/૧૦/૨૦૨૧ થી તા.૮/૧૦/૨૦૨૧ દરમિયાન નશાબંધી સપ્તાહની ઉજવણી નિમિત્તે સુરભી સર્કલ, વ્યારા ખાતે આજે કલેક્ટર એચ.કે.વઢવાણિયા સહિત મહાનુભાવોએ ગાંધીજીની પ્રતિમાને શ્રધ્ધા સુમન અર્પણ કરી નશાબંધી સપ્તાહનો શુભારંભ કરી "નશાબંશી વ્યસન મુક્તિ રથનુ” પ્રસ્થાન કરાવ્યું હતુ.
આ પ્રસંગે પ્રેરક ઉધબોધન કરતા કલેક્ટરએ જણાવ્યું હતુ કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ દેશના વિકાસ માટે આપેલ રચનાત્મક કાર્યક્રમોનું એક અંગ એટલે નશાબંધી. આપણે વિકાસની ગમે તેટલી મોટી યોજનાઓ હાથ ધરીને આવક વધારીએ પરંતુ જ્યાં સુધી આપણો સમાજ નશાના દુષણથી મુક્ત ન થાય ત્યાં સુધી કોઈ પણ સમાજ આર્થિક પ્રગતિ કરી શકતો નથી. કલેક્ટર વઢવાણિયાએ વધુમાં જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં ફકત ગુજરાત રાજય જ નશાબંધી નીતિનો એક ધાર્યો અને ચુસ્ત અમલ કરનાર રાજય છે. દારૂ તથા અન્ય કેફિ દ્રવ્યોનો નશો વિનાશને નોંતરે છે અને કુટુંબની શાંતિ અને સમૃધ્ધિને હણે છે ગુજરાતની અખંડિતતા અને અસ્મિતાનું જતન કરવું આપણા સૌની ફરજ છે. જેથી રાષ્ટ્રપિતા ગાંધીબાપુના નશાબંધીના પૈગામને સાકાર કરવા તથા લોકોમાં જાગૃતિ લાવવા માટે તાપી જિલ્લામાં જુદા જુદા સ્થળોએ વિવિધ સંસ્થાઓના સહયોગથી નશાબંધી પ્રચાર અંગેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમજ કુદરતી સંશાધનોની જાળવણી કરી વન્યજીવોનું જતન કરી કુદરતી સમતુલા જાળવવા અનુરોધ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા સ્વચ્છતાના યજ્ઞમાં જોડાઈ સૌ સાથે મળી કુટુંબ સમાજ અને રાજ્યને સ્વચ્છ બનાવી સ્વસ્થ અને સમૃધ્ધ રાષ્ટ્રનું ઘડતર કરવા સંકલ્પબધ્ધ બનીએ તેમ જણાવી ગાંધીજીના વિચારોને કાયમ જીવંત રાખવા માટે તેમના આદર્શ જીવન મૂલ્યો અપનાવી જીવનને સાચા અર્થમાં સાકાર કરવા અનુરોધ કર્યો હતો. કલેક્ટરએ નશાકારક દ્રવ્યો વિરૂધ્ધ્ની લડત એજ પૂ.બાપુને આપેલી સાચી શ્રધ્ધાંજલિ ગણાશે તેમ જણાવી ઉમેર્યુ કે, આ નશાબંધી અભિયાનને સતત અગળ વધારી નશામુક્ત સમાજ નિર્માણના દ્રઢ સંકલ્પ સાથે આ સપ્તાહની ઉજવણી કરીએ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500