પોલીસના ગ્રેડ-પેના મુદ્દા ઉપર પોલીસ સ્ટાફના અને તેમનો પરિવારજનો મેદાનમાં આવી ગયા છે. તાપી પોલીસ પરિવાર દ્વારા ગતરોજ ગુજરાત પોલીસ વિભાગને ગ્રેડ-પે અને અન્ય સુવિધાઓનો લાભ મળે તે માટેની કલેકટર કચેરી વ્યારા ખાતે રજૂઆત કરાઈ હતી. પોલીસ પરિવાર દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના વિવિધ કર્મચારી યુનિયનના દબાણથી આપનાં દ્વારા જે તે કચેરીઓનો ગ્રેડ-પે તથા ભથ્થામાં મનમાનીય સુધારા આપ કરતા આવ્યા છો, રાજ્યના તમામ કર્મચારીઓના મળવા પત્ર લાભ અંગે બંધારણીય સમાનતા જળવાઈ રહે તે જોવાની આપ સૌની જવાબદારી છે. ગુજરાત રાજ્યના પોલીસ કર્મચારીઓના જાહેર હિતમાં આ પત્ર દ્વારા રજૂઆત કરવા ફરજ પડેલ હોવાનું જણાવી જિલ્લા કલેકટર સહિત એસપીને પણ રજૂઆત કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application