વાલોડ તાલુકામાં વિજ કંપનીના ટ્રાન્સફોર્મર નજીક શોર્ટ સર્કિટને લીધે વાયરો સળગી જતા મોટા ધડાકા સાથે આગ જેવા દશ્યો સર્જાયા હતા. વાયરો સળગતા વિજળી ડુલ થતા અંધારપટ છવાયો હતો. ટ્રાન્સફોર્મર નજીક બનેલી આ ઘટનાથી લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાલોડના સુંદર નાગર રહેણાંક સોસાયટી તથા એમઆઈજી સોસાયટી, મૈત્રીનગર, પંચવટી સોસાયટી, ભવાની તથા શેઢી ફળિયું તેમજ રામરહીમનગરના 700 ઘરોમાં વિજ પ્રવાહ પહોચાડતા ટ્રાન્સફોર્મરમાં ગતરોજ વાયરીંગ સળગી ઉઠયું હતું અને ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા લોકો રાત્રીનાં 8 વાગ્યાની આસપાસથી ઘરની બહાર નીકળી આવ્યા હતા તેમજ નગરમાં ઘટનાની જાણ થતા ગ્રામજનો પણ દોડી આવ્યા હતા. ત્યારબાદ વિજ કંપની દ્વારા તાત્કાલિક વાયરો બદલી થોડા સમયમાં જ સમર કામ કરી વિજળી પુરવઠો પુનઃ શરુ કરવામાં આવતા લોકોએ રાહત અનુભવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500