વાલોડ વિભાગ નાગરીક સહકારી મંડળી વાલોડ અને બુહારની બે વિભાગના વ્યવસ્થાપક સમિતિની 2021-2026 સુધીની પાંચ વર્ષની ટર્મ માટે મંડળીમાં વાલોડ ઝોનમાં 7 અને બુહારી ઝોનમાં 7 ડિરેક્ટરનો માટે ગત તા.26નાં રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, વાલોડના 558 સભાસદ મતદારો અને બુહારીના 516 મતદાર સભ્યોને મત આપવાનો અધિકાર ધરાવતા સભાસદ છે. ગત તા.16 મીના રોજ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે વાલોડ ઝોનમાં સાત બેઠકો ઉપર 15 જેટલા દાવેદારોએ દાવેદારી કરી હતી અને બુહારી વિભાગના સાત બેઠકો માટે 11 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ત્યારબાદ ફોર્મ ચકાસણી દરમિાયન વાલોડ ઝોનમાં 2 ઉમેદવારો મુદત વીત્યે બાકીદારોના જામીન હોય ફોર્મ રદ થયા હતા. શનિવાર તા 18મીના રોજ સહકારી અગ્રણી અને ધ સુરત ડીસ્ટ્રીકટ કો-ઓપ.બેન્કના ચેરમેન નરેશભાઈ પટેલ, મઢી સુગરના ઉપપ્રમુખ અલ્પેશભાઈ પટેલ, હેમંતભાઈ શાહ પ્રમુખ વાલોડ મોટા કદની સહકારી મંડળીઓની મધ્યસ્થીથી બેઠક યોજાઈ હતી જેમાં ગતરોજ સર્વ સંમતિથી વાલોડ અને બુહારી ઝોનના 7-7 ઉમેદવારોની બિનહરીફ વરણી થઈ છે.
આમ, 2021 થી 2026 સુધીની ટર્મ માટે 1074 સભાસદો ધરાવતી અને કરોડથી પણ વધુ ધિરાણ આપતી મંડળીની ડિરેક્ટરોની ચૂંટણી ટળતાં સહકારિતા ઉજાગર થઇ હતી અને મંડળીના હિતમાં ચૂંટણી ટાળતાં મંડળીમાં ચૂંટણીનો ખર્ચની બચત થઇ છે, વાલોડમાં જૂના 3 ડિરેકટરો અને નવા 4 ડિરેકટરો જ્યારે બુહારીમાં 5 જૂના અને નવા 2 ડિરેકટરો સાભસદોનુ પ્રતિનિધિત્વ કરશે.
વાલોડ ઝોનમાં બિનહરીફ ચુટાયેલા ડિરેકટરો
1.કનકસિંહ ગુલાબસિંહ ડોડીયા
2.માલવ ઉપાંશુભાઈ શાહ
3.રાજેન્દ્રભાઈ હર્ષદરાય પારેખ
4.પ્રશાંતભાઈ ચંપકલાલ શાહ
5.વિનોદભાઈ ભીખાભાઇ પટેલ
6.સુરેશભાઈ બરદિચંદ્ર શર્મા
7.મેઘલભાઈ ભરત ભાઈ જોશી
બુહારી ઝોનમાં બિનહરીફ ચુટાયેલા ડિરેક્ટર
1.રમેશભાઈ કંમચાભાઈ ચૌધરી
2.કિરણકુમાર છગનલાલ ભાવસાર
3.નિતેશકુમાર દીપચદશાહ
4.સંજયકુમાર ઠાકોરલાલ રાણા
5.મનોજકુમાર ચંપકલાલ રાણા
6.ધવલભાઇ જયંતભાઈ શાહ
7.પ્રશાંતભાઈ બાબુભાઇ શાહ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500