Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલના ખાબદા ગામ નજીક કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ઘટના સ્થળે મોત

  • April 09, 2021 

ઉચ્છલના ખાબદા ગામ પાસે કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ચાલકનું મોત નીપજ્યું હોવાનો બનાવ ઉચ્છલ પોલીસ મથકે નોંધાયો છે.

 

 

 

 

મળતી માહિતી અનુસાર, મહારાષ્ટ્રના નંદુરબાર જીલ્લાના નવાપુરના જનતા પાર્કમાં રહેતો 26 વર્ષીય જીતેશભાઈ દલપતભાઈ વસાવે તથા તેમનો મિત્ર સ્નેહલભાઈ ગાવીત સાથે કોલ્હાપુર જઈ પરત આવ્યા હતા. ત્યારબાદ થોડીવાર પછી બંને મિત્રો સ્વીફ્ટ કાર નંબર એમએચ/39/જે/5017 લઈને જીતેશભાઈ  સ્નેહલભાઈ ગાવીતને તેમના ઘરે નારાણપુર ગામે મુકવા માટે નીકળ્યા હતા. તે સમય દરમિયાન ઉચ્છલ તાલુકાના ખાબદા ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જીતેશભાઈએ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ગરનાળા સાથે કાર અથડાતા કાર ગરનાળાથી નીચે ખાડામાં ઉતરી ગઈ હતી. આ બનાવમા કાર ચાલક જીતેશભાઈ વસાવે ને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

 

 

 

 

આ બનાવ અંગે કૃણાલભાઈ દલપતભાઈ વસાવેની ફરિયાદના આધારે, ઉચ્છલ પોલીસ મથકે બનાવ  દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application