Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોલવણમાં વાહને અડફેટે આવતા આધેડનું મોત

  • July 16, 2021 

તાપી જિલ્લાના ડોલવણ ગામમાં અજાણ્યા વાહની અડફેટે આવતા આધેડનું મોત નીપજ્યું હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે.

 

 

 

મળતી માહિતી મુજબ, ડોલવણ ગામના જુના પટેલ ફળિયામાં રહેતા, નવીનભાઈ રમણભાઈ ચૌધરી (ઉ.વ.55) જે તા.13/07/2021ના રોજ વ્યારા-ઉનાઈ રોડ પરથી પસાર થતા હતા. તે દરમિયાન ડોલવણ ગામે ગેલેક્ષી કોમ્પ્લેક્ષ નજીક વળાંકમાં કોઈ અજાણ્યા વાહને પગપાળા જતા નવીનભાઈ ચૌધરીને અડફેટમાં લઈ ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.

 

 

 

આ અકસ્માતમાં રોડ ઉપર પટકાયેલા નવીનભાઈને શરીરે ગંભીર ઈજા થતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે અજાણ્યા વાહન ચાલક સામે ડોલવણ પોલીસ મથકે દીપકભાઈ શંકરભાઈ ચૌધરીની  ફરિયાદ આધારે આગળની તપાસ હાથ ધરી હતી.    


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application