સોનગઢ પોલીસ સ્ટાફના માણસો સવારના સમયે ચેકપોસ્ટ નજીક વાહન ચેકીંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે, નવાપુર તરફથી આવેતી એક બાઈક ઉપર ગૌમાંસ લાવવામાં આવી રહ્યું છે. ત્યારબાદ પોલીસને મળેલ બાતમી પ્રમાણેની એક મોટરસાઈકલ સીબીઝે નંબર જીજે/19/પી/7125 આવતા તેને અટકાવવામાં આવી હતી. બાઈક સવાર દંપતીની તપાસ કરવામાં આવતા એમની પાસે રાખેલ કાપડની 2 થેલીમાંથી 24.500 કિલો જેટલા શંકાસ્પદ માંસના ટુકડા મળી આવ્યા હતા.
પોલીસે સ્થળ પર વેટરનીટી ડોક્ટરને બોલાવી માંસના ટુકડાના નમુના વધુ તપાસ માટે એફએસએલ માટે સુરત મોકલ્યા હતા અને સુરતથી માંસનો પરીક્ષણ રિપોર્ટ આવતા એ ગૌમાંસ હોવાનું બહાર આવ્યું હતું. બનાવ અંગે પોલીસે ગૌમાંસ સાથે ઝડપાયેલા ઈમ્તિયાઝ કાસમ મન્સૂરી અને સલમા ઈમ્તિયાઝ (રહે.ઈસ્લામપુર, સોનગઢ) વિરુદ્ધ ગુનો દાખલ કરી જયારે ગૌમાંસ પુરૂ પાડનાર નવાપુરના અજ્જુને વોન્ડેટ જાહેર કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application