તાપી જિલ્લામાં સ્વચ્છતા અભિયાન છેવાડાના ગામો સુધી પહોચાડવા માટે ઘરે-ઘરે શૌચાલય યોજના સહિત જાહેર સ્થળો ઉપર શૌચાલયનું બાંધકામ કરી ગામોને જાહેરમાં શૌચક્રિયા મુક્ત ગામ ઘોષિત કરવાની ઝુંબેશ મોટા ઉપાડે ચાલુ કરવામાં આવી હતી. પરંતુ જાહેર શૌચાલયના બાંધકામ તેમજ જેની બાંધકામ બાદ યોગ્ય માવજત કરવામાં ન આવતા કેટલાક ગામોમાં સુવિધા હોવા છતાં લોકોને દુવિધાનો સામનો કરવો કરવો પડે છે.ડોલવણ તાલુકાનાં મુખ્ય ગામ ડોલવણ ખાતે જ જાહેર શૌચાલયની હાલત સાવ ખંડેર બની છે, તો ગામમો શૌચાલય યોજના કેટલા ટકા સાર્થક થઈ હશે તેવા તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે. જોકે જાહેર શૌચાલયની ખંડેર અવસ્થા અવસ્થા અંગે ગત તા.17/06/21નાં રોજ ડોલવણનાં રહીશોએ ગ્રામ પંચાયતનું ધ્યાન દોરતા જણાવ્યું હતું કે, ડોલવણ ચાર રસ્તા ચોકડી પંચોલ રસ્તા પર આવેલ જાહેર શૌચાલયના મરામતની કામગીરી તેમજ પાઈપલાઈન રીપેરીંગ અને ટોઈલેટના અંદરના ભાગમાં પણ મરામત કરવાની જરૂર છે. શૌચાલયમાં જવા માટે રસ્તા ઉપર ગરનાળા નાખવાની અગત્યતા છે, ત્યારે માટી પુરણ સહિતની કામગીરી સ્થળ નીરીક્ષણ કરી કરવામાં આવે તો જાહેર શૌચાલય આમ જનતા માટે ઉપયોગી બની શકશે ને તેનો ઉપયોગ પણ કરી શકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application