વાલોડ તાલુકાના બુહારીથી કલકવા જતા માર્ગ પર પૂર્ણા નદી પરના પુલને પસાર કર્યા બાદ અંધાત્રી નજીકના ચાર રસ્તા ઉપર એક સર્કલ બનાવવામાં આવ્યું છે, આ સર્કલ જયારે બનાવવામાં આવ્યું ત્યારે રસ્તાની આજુબાજુની જેટલી જગ્યા છોડવાની હતી તે જગ્યા છોડ્યા વિના સર્કલ બનાવવામાં આવ્યો છે, જેથી રોડની નજીકમાં બોક્સ પુરાણ કરવામાં આવ્યું હોત તો અકસ્માતો થતા અટકી શક્યા હોત, પરંતુ આ જગ્યા પર નાનું સર્કલ હોવાથી સામેના માર્ગ પરથી આવી જતા વાહન ચાલકોને ખૂબ જ ધ્યાન રાખવું પડે છે અને અધિકારીઓએ આ સ્થળે સર્કલ બનાવતી વખતે અન્ય કોઈ બાબતને ધ્યાનમાં લીધા વિના માત્ર આદેશોનું પાલન કરતા હોય તેમ નાનું અમસ્તું સર્કલ બનાવી લીધું હતું.
પરંતુ એ ધ્યાને લેવાનું રહી ગયું કે આને લીધે ભવિષ્યમાં કેટલાં અકસ્માત થશે તે અધિકારીઓ ધ્યાને લેવાનું કેમ ભૂલ્યા તે પણ એક પ્રશ્ન છે. માર્ગ સલામતી અંતર્ગત કોઈ યોગ્ય આયોજન વિના આડેધડ સર્કલ બનાવી કામગીરીનો ભાર ઉતારી લીધો હતો, નાનો વળાંક આવી જતા વાહન ચાલકોને ટર્ન લેવામાં તકલીફ પડે છે જયારે આ જગ્યા ઉપર નાના મોટા અકસ્માતો થયા હોવાનું સ્થાનિકો જણાવે છે. જેથી આ સર્કલનો ઉપયોગ કરવો હોય તો બોક્સ પુરાણ કરી મોટો ટર્ન લેવાય એ રીતનો સર્કલ બનાવી અકસ્માતો અટકાવી શકાય તેમ છે છતાં અધિકારીઓએ નાનો સર્કલ બનાવી પોતાની જવાબદારીથી હાથ ઊંચા કરી લેતા લોકોને તકલીફ થઈ રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500