Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝરનાં જુના ચિચોદા ગામે નદીનાં પાણી માંથી ગર્ભવતી મહિલાનો મૃતદેહ મળી આવ્યો

  • November 12, 2021 

નિઝર તાલુકાનાં જુના ચિચોદા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીનાં પાણી માંથી અજાણી ગર્ભવતી મહિલાનો મૃતદેહ મળી આવતા આજુબાજુનાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નિઝરનાં જુના ચિચોદા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદી ઉપર આવેલ ઘનશ્યામભાઈની લીઝની બાજુમાં તાપી નદીના પાણીમાંથી ગતરોજ અજાણી ગર્ભવતી મહિલાનો મૃતદેહ (ઉ.વ.આશરે 35 થી 40) મળી આવેલ છે. જયારે મરણ જનાર મહિલા શ્યામ વર્ણની, મધ્યમ બાંધાની, આશરે ઊંચાઈ 5 ફૂટ તેમજ શરીરે કમરમાં લાલ કલરનો ચણિયો તથા ઉપર પીળા કલરનું બ્લાઉઝ રંગબેરંગી સાડી પહેરેલ છે અને મરણ જનાર મહિલાનાં ડાબા હાથમાં લીલા કલરની એક મોટી બંગડી પહેરેલ છે.

 

 

 

 

 

 

જોકે, મહિલા કોઈ અગમ્ય કારણોસર કે પાણીમાં પડી જતા ડૂબી જઈ મરણ જતા જેમનું મૃતદેહ ડિકન્પોઝ હાલતમાં જુના ચિચોદા ગામની સીમમાં તાપી નદીના પાણી માંથી મળી આવેલ હતું બનાવ અંગે ચિચોદા ગામના યોગેશભાઈ મોગરે દ્વારા નિઝર પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા પોલીસ સ્ટાફના માણસો ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબ્જો લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application