Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એબીવીપી તાપી જિલ્લા સંયોજકની આગેવાનીમાં સોનગઢ બસસ્ટેન્ડ પર આંદોલન કરવામાં આવ્યું

  • September 22, 2021 

એબીવીપી તાપી જિલ્લા દ્વારા તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાંથી આવતી સરકારી બસો જે કોરોના કાળને કારણે બંધ કરવામાં આવી હતી જેને શરૂ કરવા માટે એબીવીપી સોનગઢ દ્વારા ગત તા.31/07/2021 અને તા.13/09/2021 એમ 2 વાર સોનગઢ ડેપો મેનેજરને આવેદનપત્ર આપી રજૂઆત કરી આંદોલનની ચીમકી આપવામાં આવી હતી તેમછતાં વિદ્યાર્થીઓનાં હિતમાં નિર્ણય લેવામાં ન આવતા આજરોજ સોનગઢ બસસ્ટેન્ડ પાસે એબીવીપી તાપી જિલ્લા સંયોજકની આગેવાનીમાં મોટી સંખ્યામાં આંદોલન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. જોકે ડેપો મેનેજર દ્વારા 2 દિવસમાં નવી બસો અને નવા રૂટ શરૂ કરવા ખાતરી આપવામાં આવી હતી.

 

 

 

 

 

જેથી એબીવીપી તાપી જિલ્લા સંયોજક દ્વારા જણાવાયું હતું કે, જો 2 દિવસમાં ડેપો મેનેજર દ્વારા વિદ્યાર્થીહિતમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવશે તો તાપી જિલ્લામાં ઉગ્રઆંદોલન કરવામાં આવશે જેમાં એબીવીપી તાપી જિલ્લા સંયોજક, મંત્રી, સહમંત્રી તેમજ સોનગઢ તાલુકા મંત્રી સહિત કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application