તાપી જિલ્લામાં કોરોના પ્રતિરોધક રસીકરણની કામગીરીને ઝુંબેશ રૂપે ઉપાડવામાં આવી છે. જે અન્વયે વ્યારાના રહેવાસી નરેન્દ્રભાઇ પ્રજાપતિ અને તેમના પત્ની સુશીલાબેને સજોડે અર્બન હેલ્થ સેન્ટર ખાતે જઈ કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લઈ અન્યને પ્રેરણા પૂરી પાડી હતી.
આ પ્રસંગે નરેન્દ્રભાઈ એ આમ લોકોને સંદેશો પાઠવતા જણાવ્યું હતુ કે, કોરોનાની રસી મુકાવવી ખૂબ જ જરૂરી છે, રસીની કોઈ આડઅસર થતી નથી. મે અને મારી પત્નીએ એક સાથે કોરોનાની રસી મુકાવી છે, અને અમે બંને સંપૂર્ણ સ્વસ્થ છીએ, રસીની કોઈ જ આડઅસર નથી. સુશીલાબેને કહ્યું કે, કોરોનાની રસી મુકાવ્યા પછી પણ અમે માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું જેવી આરોગ્ય વિભાગની સુચનાનું ચુસ્ત રીતે પાલન કરીશું તથા કોરોનાની રસી મુકાવવા અન્ય મિત્રો અને વડીલોને પણ પ્રોત્સાહિત કરીશુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500