વ્યારા તાલુકાના અંધારવાડી નજીક ગામના રાહુલભાઈ ગામીત, દેવેન્દ્રભાઈ, પિયુષાબેન, સતીષભાઈ, હેમંતભાઈ, લીનાબેન, સુરજીતભાઈ અને ભગવતીબેન સહીત અનેક ગ્રામજનોએ દૂધ મંડળીમાં ચાલતા ગેરવહીવટ અંજે જિલ્લા રજીસ્ટ્રાર કચેરીની રજૂઆત કરતા જણાવ્યું છે કે, અંધારવાડી નજીકની દૂધ મંડળીની ફરિયાદ છેલ્લા એક વર્ષથી થઈ રહી હોવા છતાં કોઈ નિર્ણય આવતો નથી. હાલના પ્રમુખ અને કારોબારીના સભ્યો દૂધ મંડળીમાં દુષ ભરતા નથી, પ્રમુખ પોતે જ ઠરાવબુકમાં મીટીંગ વગર નામો લખીને યાદી યાદી તૈયાર કરે છે. કારોબારી કે સામાન્ય સભા બોલાવતા નથી. દૂધ મંડળીમાં કુલ 22 સભ્યો દુષ ભારે છે જેમાંથી 16 સભ્યો પ્રમુખ અને કમિટી સામે અવિશ્વાસની દરખાસ્ત રજુ કરે છે. ત્યારે પ્રમુખને હટાવવા જરૂરી કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500