સોનગઢ તાલુકા પંચાયત ચુંટણીમાં ચિમેર બેઠક પરથી કોંગેસના ઉમેદવાર રેમાબેન જશવંતભાઈ ગામીતે ઉમેદવારી નોંધાયેલા હતી. રેમાબેનએ પોતાના સોગંધનામા માં 2006 પછી કોઈ બાળકને જન્મ આપેલ નથી એવો ઉલ્લેખ કરેલ કરેલ હતો અને હાલ એમને ત્રણ બાળકો હયાત છે એવો પણ ઉલ્લેખ કર્યો હતો.
આ બાબતે વાંધો નોંધવામાં આવતા ચુંટણી અધિકારીએ તપાસ કરતા રેમાબેન એ ત્રીજા બાળક તરીકે જન્મેલ પ્રીતિ ગામીત નામની બાળાનો જન્મ શાળા રેકોર્ડ પ્રમાણે 2005 પછી થયો હોવાનું સામે આવ્યું હતું જે કારણે રજુ થયેલ વાંધા અરજી અને રજુ થયેલ પુરાવા જોતા રેમાબેન ત્રણ બાળકોની માતા હોવાનું રેકોર્ડ પુરવાર થયું હતું. તેથી ગુજરાત પંચાયત અધિનિયમ 2005ની જોગવાઈ પ્રમાણે રાષ્ટ્રીય કોગ્રેસના ચિમેર તાલુકા પંચાયત બેઠકનાં ઉમેદવાર રેમાબેન ગામીતનું ઉમેદવારી પત્ર ચુંટણી અધિકારીએ રદ કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application