વ્યારા ખાતે આવેલ સી.એન.કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રીસર્ચ સેન્ટર ખાતે તા.08/09/2021ના રોજ ડો.સર્વપલ્લી રાધાકિશન મેનનની યાદમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવ હતી. શિક્ષક દિનમાં ચતુર્થવર્ષ બી.એચ.એમ.એસ.ના વિધાર્થીઓ દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો. ઉજવણીની શરૂઆત સરસ્વતીવંદના, ડો.સર્વપલ્લી રાધાકિશન તેમજ ડો.શેમ્યુઅલ હનેમનને પુષ્પાંજલી અર્પણ કરીને કરવામાં આવી હતી અને કોલેજના શિક્ષકો દ્વારા ભાગ લેનાર તમામ વિધાર્થી શિક્ષકોનું મૂલ્યાંકન કરી તેમને પુરસ્કાર તેમજ પ્રમાણપત્રથી સન્માનિત પણ કરાયા હતા.
વધુમાં, વિજેતા સિવાયના તમામ વિધાર્થી શિક્ષકોને પણ પ્રમાણપત્ર, પેન અને પુષ્પથી બિરાદવામાં આવ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન તેમજ સંકલન પ્રવૃત્તિ સમિતિના ડો.હિમા પંડ્યા તથા ટીમ દ્વારા પ્રિન્સીપાલ ડો.જ્યોતિ રાવના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
પ્રથમ વર્ષ બી.એચ.એમ.એસ.ના વિજેતા
પ્રથમ ઈનામ – જલ્પા જાદવ
દ્વિતીય ઈનામ – ચિંતન વિરાણી
દ્વિતીય વર્ષ બી.એચ.એમ.એસ.ના વિજેતા
પ્રથમ ઈનામ – ક્રિષ્ના સોલંકી
દ્વિતીય ઈનામ – અઝીમા મેમણ
તૃતીયવર્ષ બી.એચ.એમ.એસ.ના વિજેતા
પ્રથમ ઈનામ – રવિના લાડુમોર
દ્વિતીય ઈનામ – પૂર્વી લાડ
ચતુર્થવર્ષ બી.એચ.એમ.એસ.ના વિજેતા
પ્રથમ ઈનામ – ક્રિષ્ના પાઠક
દ્વિતીય ઈનામ – ધ્રુવિ શાહ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500