Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : બર્ડ ફ્લુ અંગે સાવચેતીને ધ્યાને લઈ કલેક્ટરશ્રી એ જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ

  • February 11, 2021 

હાલમાં નંદુરબાર જિલ્લાનાં નવાપુર તાલુકાના ચાર પોલ્ટ્રી ફાર્મ ખાતે મળી આવેલ મૃત મરઘાંના સેમ્પલનું પરીણામ Positive For Avian Influenza by real RT-PCR જણાઈ આવેલ છે. આ રોગમાં સંક્રમણ વખતે પક્ષીઓને શ્વાસોશ્વાસ તથા આંખોમાં લાલાશ જેવા ચિન્હો જણાય છે. જેમાં ખાંસી, નાકમાંથી પાણી પડવુ, નબળાઈ જેવા ચિન્હો જોવા મળે છે. આ રોગ ચેપી પક્ષીના સ્ત્રાવ, અગારના સંપર્કમાં તથા આવા પક્ષીના સંપર્કમાં આવેલ ખોરાક પાણી વસ્તુઓના સંપર્કથી અન્ય પક્ષીઓમાં પણ ફેલાઈ શકે છે.

 

 

 

તાપી જિલ્લામાં ઇન્ફલુ એન્ઝા વાયરસ દ્વારા બર્ડ ફ્લુનો રોગ અન્ય પક્ષીઓમાં પણ ફેલાવવાની શક્યતા છે. આ રોગ મુખ્યત્વે પક્ષીઓમાં જોવા મળે છે. જે જલ્દીથી પ્રસરી શકે છે તથા આ રોગ ભાગ્યે જ માણસમાં ફેલાય છે. છતા બર્ડ ફ્લુ સંક્રમિત પક્ષીઓનો ચેપ તેના સીધા સંપર્કમાં આવનાર મનુષ્યને લાગવાની પૂરી શક્યતાને ધ્યાને લઈ સાવચેતી અને સતર્કતા રાખવા તથા આ રોગને ફેલાતો અટકાવવા તકેદારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણીએ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાની સરહદને અડીને આવેલ નવાપુરથી ૧ થી ૧૦ કિ.મી.ત્રિજ્યા વાળા સર્વેલન્સ વિસ્તારમાં કેટલાંક કૃત્યો પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે.

 

 

 

જે મુજબ સદર સર્વેલન્સ વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે મરઘા પાલનને લગતી કોઈ પણ પ્રવૃતિ જેવી કે ઇંડા, મરઘા, મરઘાની અગાર તથા મરઘા ફાર્મની સાધન સામગ્રી અંદર અથવા બહાર લઈ જવા પર પ્રતિબંધ રહેશે. પોલ્ટ્રી સાથે કામ કરતા માણસોએ રક્ષણાત્ક પહેરવેશ એટલે કે ખેસ, માસ્ક, મોજા, ગમ બુટ તથા ડિસ્પોઝેબલ ગ્લોવ્સ વગેરે પહેરવાનો રહશે. સર્વેલન્સ વિસ્તારમાં અંદર કે બહાર જવાની અવર-જવર અનિવાર્ય સંજોગોમાં જ કરવાની રહેશે. પાણીના સંપર્કમાં બહારથી આવતા પક્ષીઓ ન આવે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે. અસરગ્રસ્ત વિસ્તાર નંદુરબાર જિલ્લો તેમજ નવાપુરમાંથી મરઘાં તેમજ મરઘાં પેદાશ ગુજરાત રાજ્યમાં પ્રવેશબંધી કરવા પગલા લેવાના રહેશે.

 

 

 

આ જાહેરનામાની જોગવાઈ વહીવટ તંત્ર દ્વારા ફરજના ભાગરૂપે અધિકૃત કરાયેલ સરકારી ફરજ પરની વ્યક્તિઓ તથા વાહનોને લાગુ પડશે નહીં. આ હુકમનો અમલ તા.08/02/2021થી  આવનાર 60 દિવસ સુધી કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application