તાપીના કુકરમુંડા તાલુકાના તોરંદા ગામની સીમમાં આવેલ જૂનો સર્વે નંબર 19, અને નવો સર્વે નંબર 33, વાળી 3 એકર જમીનના માલિકી નરેદ્રભાઈ ફત્તુભાઈ વળવી (રહે.કેવડામોઇ) દ્વારા પોતાની જમીનમાં શેરડીનો પાક કરવામાં આવ્યો હતો. જે શેરડીના ઉભા પાકમાં બપોરના આશરે 12:30 થી 13:00 કલાકે ખેતરમાંથી પસાર થતી ડી.જી.વી.સી.એલ.ના જીવંત વીજતારોમાં શોર્ટ સર્કિટ થતા ઉભા પાકમાં આગ લાગી હતી. જેમાં ખેડૂતને નુકશાન થયુ છે. બનાવ અંગે તોરંદા ગ્રામ પંચાયતને જાણ થતા ડેપ્યુટી સહીત અનેક લોકો અને ડી.જી.વી.સી.એલ.ના જવાબદારો, તેમજ તાલુકા પંચાયતના જવાબદાર અધિકારી ઘટના સ્થળે પહોંચી સર્વે કરીને રિપોર્ટ તાલુકા પંચાયત કચેરીએ સુપ્રત કર્યો હતો. શેરડીના ખેતરોમાંથી પસાર થતા જીવંત વીજતારના પોલ નમી જતા અચાનક જીવંત વીજતારોમાં શોર્ટ સર્કિટ થયુ હતું જેના કારણે ખેતરમાં આવેલ શેરડીના ઉભા પાકમાં આગ લાગી હતી.
જોકે, સદનસીબે ખેતરમાં કામ કાજ કરતા મજૂરો કે પશુધનને કોઈ પણ જાતનું નુકશાન થયેલ નથી. કુકરમુંડા તાલુકાના અનેક ખેતરોમાંથી જીવંત વીજતારોના પોલ નમેલી હાલતમાં હોવાના કારણે જીવંત વીજતારો ઉભા પાકોને અડી જતા હોય છે. તેનો જ બનાવ અગાઉ બે વર્ષ પહેલા પણ એવી જ રીતે અનેક વિસ્તારના ખેતરોમાં શેરડીના ઉભા પાકો આગ લાગવાની ઘટનાઓ બની ગઈ છે. વારંવાર શેરડીના પાકોમાં પોલ નમેલી હાલતમાં હોવાથી શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગે છે. જેથી જવાબદાર અધિકારીઓ આ બાબતે ધ્યાન આપીને કુકરમુંડા તાલુકામાં ડી.જી.વી.સી.એલ.ના પોલ સીધા કરવામાં આવે એ જરૂરી બન્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application