કોરોના મહામારીના કારણે નારણપુર ગામથી સવારે ઉપડતી અને ઉચ્છલ ખાતે આવતી બસ બંધ કરી દેવામાં આવી હતી. જોકે, હવે તમામ શાળા-કોલેજોમાં ઓફલાઈન વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા હોય બંધ બસ સેવા પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગણી વિદ્યાર્થીઓ દ્વારા મામલતદાર પાસે કરવામાં આવી હતી. ઉચ્છલ નૂરાબાદ રહેતા વિદ્યાર્થી મધુરભાઈ ગામીત અને અન્યોએ ઉચ્છલ મામલતદારને મળી બસ સેવા શરૂ કરવા પત્ર સોંપ્યો હતો. જે પત્રમાં જણાવ્યા પ્રમાણે, ઉચ્છલ સરકારી મહિલા વિનયન કોલેજમાં તાલુકામાંથી મોટી સંખ્યામાં બહેનો અભ્યાસ અર્થે આવે છે એ સિવાય પણ અન્ય શાળા-કોલેજ અને અન્ય સંસ્થામાં પણ વિદ્યાર્થીઓ આવે છે. હાલમાં નારણપુર, વડદે ખુર્દ, છાપટી, મોગલબારા, બાબરઘાટ અને માણેકપોરથી મોટી સંખ્યામાં વિદ્યાર્થી ઉચ્છલ ખાતે અભ્યાસ કરવા અર્થે આવે છે. હાલમાં તેમના માટે સવારના બસની સગવડ ન હોય ખાનગી વાહનોમાં ઉચ્છલ આવવું પડી રહ્યું છે અને તેથી સમયસર કોલેજ પર પહોંચી શકાતું નથી અને પહેલો વર્ગ ભરી શકતા નથી. આ બાબતે અગાઉ સવારે 7.30 કલાકે નારણપુરથી ઉપડતી અને ઉચ્છલ કોલેજ સમયે પહોંચતી બસ શરૂ કરવાની માંગણી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application