પીડિત મહિલાઓની મદદ માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં નિ:શુલ્ક સેવા 181 અભયમ મહિલા હેલ્પલાઇન 24×7 કાર્યરત છે જેમાં તાપી જિલ્લા ખાતે મોડેલ સ્કુલ ડોસવાડામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને 181 અભયમ એપ્લિકેશનની ઉપયોગીતા વિશે માહિતી આપી. જેમાં મહિલાઓ સાથે થતી ઘરેલુ હિંસા (શારીરિક,માનસિક,જાતીય,આર્થિક તેમજ કર્યાના સ્થળે જાતીય સતમણી લગ્ન જીવન તેમજ અન્ય સંબંધોમાં વિખવાદ જાતીય સતમણી છેડતી અને બાળ જન્મને લગતી બાબતો સ્ત્રીભ્રુણ હત્યાં કાનૂની જોગવાઈઓ તેમજ સાઇબર ગુનાઓ (તાલિફોનિક ટોકિંગ એમ એમ એસ ઇન્ટરનેટ) તેમજ સરકારી યોજના ઓ સેવાઓ અને સહાયક માળખાની માહિતી અપાઈ હતી.
જોકે મહિલા ઓની સહાય અને સુરક્ષા માટે 181 મોબાઈલ એપ્લિકેશન Google Android અને Apple ios બંને પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે. જે એપ્લિકેશન દ્વારા હિંસા છેડતી હેરાનગતિ જેવી મુશ્કેલ પરિસ્થિતિમાં હોય અને સુરક્ષા મેળવી શકાય છે અને પેનિક બટન દબાવતા જ ઘટના સ્થળની માહિતી એપ દ્વારા હેલ્પ લાઇન સેન્ટરને પહોંચાડી શકાય છે જેમાં કટોકટી સમયે કોલ કર્યા વગર તરત મદદ મળી શકે છે અને 181 બટન દબાવતા પાંચ સગા સંબંધીઓને મિત્રોને ઓટોમેટીક એસ.એમ.એસ.થી સંદેશ મળી રહે છે મહિલા ઘટના ફોટો વિડિયો મેસેજ પણ સેન્ટર પર મોકલી શકે છે. જે વિશે તાપી 181 ટીમનાં કાઉન્સ્લર સ્વાતિબેન ચૌધરી અને એ.એસ.આઈ. જયશ્રીબેન પટેલ દ્વારા વિડિઓ બતાવી સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ છે તેમજ ટેસ્ટ કોલ કરવામાં આવેલ હતો. જયારે શાળા પરિવાર દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ તાપીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application