Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના ખુ.મા.ગાંધી શાળાના વિદ્યાર્થીઓએ ગુરૂપૂર્ણિમાની વર્ચ્યુઅલ ઉજવણી કરી

  • July 29, 2021 

વ્યારા નગરનાં ખુ.મા.ગાંધી શાળાના બાળકોએ ગુરૂપૂર્ણિમાની ઓનલાઈન ઉજવણી કરી હતી. ગુરૂપૂર્ણિમાના પાવન દિને બાળકોમાં ગુરૂ પ્રત્યે આદરભાવ જળવાય અને સંસ્કારોનું સિંચન થાય તેવા શુભ હેતુ સાથે શાળા પરિવારે વિદ્યાર્થીઓને પોતાના માતા-પિતા પણ ગુરૂ સમાન હોવાનું જણાવી તેઓનું પૂંજન કરી ઓનલાઈન ઉજવણીના વિડિયો અપલોડ કરવા જણાવ્યું હતું.જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લઇ પ્રેરક પ્રેઝન્ટેશન રજુ કર્યા હતા.

 

 

 

 

શાળાના આચાર્ય સેજલ શાહે જણાવ્યું હતું કે, ધો.૧ થી ૪ના વિદ્યાર્થીઓએ સંસ્કૃતના ૩ શ્લોકનું ગાન રજુ કર્યું હતું. જેમાં કુલ-૨૯ બાળકોએ ભાગ લીધો હતો. જ્યારે ધોરણ પ થી ૮ના વિદ્યાર્થીઓ માટે માતા-પિતાની ગુરૂવંદના કરી હતી. જેમાં કુલ ૧૦ બાળકોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ નંબરે રાણા ક્રિશા, દ્વિતિય નંબરે મીત પ્રદિપભાઈ ચૌધરી અને તૃતિય ક્રમે પારેખ ધ્રુવી આવ્યા હતા. શાળા પરિવાર અને વાલીઓએ બાળકોને અભિનંદન આપ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application