Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટાપરવાડાથી સોનગઢ બસનો સમય ડેપો મેનેજરે બદલી આપતા વિધાર્થીઓને મળી રાહત

  • September 30, 2021 

સોનગઢ તાલુકાના ટાપરવાડા અને આસપાસના ગામોના વિદ્યાર્થીઓ માટે સવારે ટાપરવાડાથી સોનગઢ આવતી એસટી બસનો સમય બદલાઈ જવાના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી ઉભી થઇ હતી પરંતુ તેમની રજૂઆતના પગલે ડેપો મેનેજરે સમય અનુકૂળતા પ્રમાણે બસ ગોઠવી આપતા પ્રશ્નનું નિરાકરણ આવ્યું હતું. સોનગઢ તાલુકાના ટાપરવાડા ગામ અને નજીકના દસ જેટલા ગામના લોકો અને વિદ્યાર્થીઓને સોનગઢ તાલુકા મથક સુધી આવવા જવા માટે છેલ્લા ત્રીસ વર્ષથી એસટી બસ સેવા ચાલતી આવી છે. પરંતુ ગત વર્ષે કોરોનાકાળ દરમિયાન શાળા-કોલેજો બંધ થઇ જતા આ બસ સેવા પણ બંધ કરી દેવામાં આવી હતી.

 

 

 

 

 

જોકે, હાલમાં સ્થિતિ સુધરતાં મોટે ભાગની એસટી ટ્રીપ ફરી શરૂ કરી દેવામાં આવી છે અને આ રૂટની સેવા પણ ગત માસથી યથાવત્ થઇ ગઈ હતી અને છેલ્લા એક માસથી આ બસ સેવા નિયમિત રીતે ચલાવવામાં આવતી ન હતી અને એનો સમય પણ બદલી નાખવામાં આવેલ હોવાથી વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલી પડતી હતી અને એ કારણે અભ્યાસ પણ બગડતો હતો. આ બાબતે વિદ્યાર્થીઓ દ્વારા તાલુકા પંચાયતના પ્રમુખ યુસુભભાઈ ગામીત પાસે રજૂઆત કરવામાં આવી હતી અને તેમણે સોનગઢ ડેપો મેનેજરને પત્ર લખી આ રૂટની બસનું સમયપત્રક સુધારવા માટે અને નિયમિત દોડાવવામાં આવે તેવી માંગ કરી હતી. જેથી સોનગઢ ડેપો મેનેજરે હકારાત્મક પ્રતિસાદ આપી ગતરોજથી બસનો સમય બદલી આપ્યો હતો અને બસને નિયમિત દોડાવવાની પણ ખાતરી આપી હતી. એ પ્રમાણે હવે આ બસ ટાપરવાડાથી વહેલી સવારે 7.15 કલાકે ઉપડી સોનગઢ આવશે અને અહીંથી બપોરે 13.35 કલાકે પરત ટાપરવાડા ગામ સુધી જવા માટે રવાના થશે એ સાથે જ સાંજે 5 કલાકે પણ સોનગઢથી ટાપરવાડા ગામની વધુ એક બસ ગામ સુધી જશે. આમ, હવે શરૂ થયેલ બસ નિયમિત દોડે એવી માંગણીઓ પણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application