તાપી જિલ્લામાં નાગરિકોની સુરક્ષાને ધ્યાને લઇ વેક્સિનેશનની પ્રક્રિયા વેગવાન બને તથા મહામુલી વેક્સિનનો દરેક વ્યક્તિ લાભ લે તેવા હેતુથી સોનગઢ તથા ઉચ્છલ તાલુકા ટાસ્ક ફોર્સની મિટિંગનું આયોજન તથા આજદિન સુધી થયેલ કામગીરીને સમિક્ષા અંગે બેઠક યોજવામાં આવી હતી. કોરોના રસીકરણ અભિયાન હેઠળ આરોગ્ય વિભાગની ટીમ સાથે ધનવંતરી રથો મારફતે દૈનિક સર્વે કરવામાં આવી રહ્યા છે. તેઓ નાગરિકોનું સ્કેનીંગ કરી, કોરોનાના લક્ષણો ધરાવતા વ્યક્તિઓનું રીપોર્ટીંગ કરે છે. સોનગઢ તાલુકામાં ધનવંતરી રથ મારફતે રમણીય પાર્ક ખાતે ૧૨૫ તથા જી.ઇ.બી કોલોની ઉકાઈ ખાતે ૧૨૪ જેટલા નાગરિકોનું સ્કેનીંગ કરવામાં આવ્યું હતું.
આયોજનના ભાગરૂપે સોનગઢ તથા ઉચ્છલ તાલુકામાં વધુમાં વધુ નાગરિકો રસીકરણમાં ભાગ લે તે માટે વિવિધ સ્થળોએ આગામી દિવસોમાં કાઉન્સેલીંગ કરવામાં આવશે. જેમાં જે.કે પેપર મીલ, ઉકાઈ પી.એચ.સી., ગ્રામ પંચાયતોમાં, દુધ મંડળીમાં, જાહેર સ્થળો ઉપર જઈ સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો, દુધ મંડળીના ચેરમેન હેલ્થ ઓફિસર જેવા અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા સ્વયં મુલાકત લઈ લોકોને સમજાવવામાં આવશે. આ ઉપરાંત ધનવંતરી તથા આરોગ્ય વિભાગની ટીમની કામગીરી દરમ્યાન કોઇ હેરાનગતિ ન થાય તે માટે પોલિસની ટીમ સાથે રહેશે.
આ બેઠક મામલતદારશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી જેમાં તાલુકા વિકાસ અધિકારી તાલુકા આરોગ્ય અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ, પંચાયતના સભ્યો, સરપંચો તથા અન્ય આગેવાનો હાજર રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500