Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ આદિવાસી મહામંડળ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ આદિમજુથ સમાજ દ્વારા વિવિધ માંગોને લઈ મામલતદારને આવેદનપત્ર આપ્યું

  • September 14, 2021 

આદિવાસી મહામંડળ ચેરિટેબલ ટ્રસ્ટ સોનગઢ તેમજ આદિમજુથ સમાજ દ્વારા વિવિધ માંગણીઓ સાથે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદન પત્રમાં જણાવ્યા મુજબ, પાંચમી અનુસુચિત વિસ્તારમાં આવતા જિલ્લાના દરેક તાલુકા લેવલે આદિવાસી બિરસા મુંડા ભવન બનાવવું, વન અધિકાર કાયદો 2006 અંતર્ગત જંગલ જમીન ખેડતા દાવેદારોના પેન્ડિંગ તથા નામંજૂર દાવાઓને મંજૂર કરી અધિકારપત્રો આપવા તથા જે ગામોને સામુદાયિક વન અધિકાર મળેલ છે. તેમને તાત્કાલિક ધોરણે અધિકારપત્રો આપવા, ગૌચરની જમીનમાં આદિમજુથના લોકો ઘર બનાવી વસવાટ કરતાં હોય એવી જમીન ગામતળમાં ફેરવી કબજેદારોને કાયદેસરતા આપવી, ટ્રાયબલ સબપ્લાનની આયોજન કમિટીમાં આદિમજુથના બે સભ્યોને ફરજિયાત રાખવા, તથા પશુપાલન/આવાસ યોજનાનો લક્ષ્યાંકની ફાળવણીમાં વધારો કરવા, શિક્ષિક બેરોજગારો માટેની લોનમાં 90 ટકા સહાય, સ્વરોજગારી ઊભી કરવી, શાળામાં 20 ટકા આદિમજુથના બાળકોને એડમિશન માટે અનામત રાખો, સુગર ફેક્ટરીઓ દ્વારા શેરડી કામદારોને હાલમાં એક ટનના 300 રૂપિયા ચૂકવે છે જે 500 રૂપિયા ટન પ્રમાણે ચૂકવવામાં આવે તેવી વ્યવસ્થા કરો, તથા સુગર ફેકટરીમાં શેરડી કાપવા જતાં કામદારોનું આરોગ્ય વીમો 2 લાખ તથા અકસ્માત વીમો 5 લાખનો તમામ સુગર ફેક્ટરીઓ દ્વારા આપવામાં તેવી જોગવાય કરવામાં આવે તેવી માંગ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application