Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોલવણ તાલુકાનાં કેટલાક વિસ્તારને Containment Area તરીકે જાહેર કરાયો

  • February 21, 2021 

તાપી જિલ્લામાં ડોલવણ તાલુકાના વાંકલા ગામના નીચલુ ફળીયુ વિસ્તારમાં COVID-19ના પોઝીટીવ કેસ નોંધાયો છે. આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના ભાગરૂપે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.જે. હાલાણીએ એક જાહેરનામા દ્વારા ઉપરોક્ત વિસ્તારમાં તા.17/02/2021થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી ઉપરોક્ત વિસ્તારના 8 ઘરની કુલ 33 વસ્તીને COVID-19 Containment Area તરીકે જાહેર કરવામાં આવેલ છે.

 

 

 

Containment Area તરીકે જાહેર કરાયેલ ઉપરોક્ત વિસ્તારોમાં જરૂરી અમલવારી માટે સૂચવાયેલી બાબતોમાં જણાવ્યા મુજબ એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ પર સરકારશ્રીની આરોગ્ય વિભાગની ગાઈડલાઈન (SOP) મુજબ આરોગ્ય ટીમ ધ્વારા થર્મલ સ્ક્રીનીગ કરવાનુ રહેશે. આ વિસ્તારને આવરી લેતા તમામ માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે. આવશ્યક સેવાઓ (તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સંબધિત ફરજો સહિત) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવન-જાવનની પ્રવૃત્તિઓ ન થાય તે મુજબ નિયત્રંણ કરવામાં આવશે. ભારત સરકારશ્રીના Containment Area વિસ્તારમાં કરવાની થતી તમામ કાર્યવાહીની તમામ સુચનાઓની ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે. આવશ્યક સેવાઓના પુરવઠા સબંધિત ઉપરોક્ત વિસ્તારના એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ ખુલ્લો રાખવાનો રહેશે.

 

 

 

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-51 થી 60 તથા ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે તાપી જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે.(ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application