Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દક્ષિણ ગુજરાતમાં નહિવત વરસાદ : ઉકાઇ ડેમની સપાટીમાં હજુ ક્રમશઃ થઈ ગયો છે ઘટાડો

  • August 11, 2021 

જુલાઈ માસમાં વરસાદ થયા બાદ ઓગસ્ટમાં મેઘરાજાએ મો ફેરવી લેતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ડાંગર સહિતના પાકના ધરૂની રોપણી બાદ વરસાદી પાણીની ખાસ જરૂરિયાત રહે છે બીજી તરફ ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદ બંધ રહેતા ડેમમાં પાણીની આવકના અભાવે ડેમનું લેવલ છેલ્લા ત્રણ દિવસથી ક્રમશઃ ઘટતું જાય છે આજે બુધવારે સવારે ૧૦ કલાકે ૩૨૫.૬૦ ફુટ સપાટી ઉકાઈ ડેમની નોંધાઇ છે જે ત્રણ દિવસમાં ૩૨ સે.મી.નો સૂચક ઘટાડો નોંધાયો છે દરમિયાન વિતેલા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં છૂટક છૂટક વરસાદ નોંધાયો છે દરમિયાન આજે સવારે સુરત જિલ્લાના પાંચ તાલુકામાં હળવા ઝાપટા વરસ્યા હતા. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

 

 

 

 

 

વધુ વિગતો મુજબ આગામી ૧૮મી સુધી વરસાદના કોઇ યોગ નથી અઠવાડિયામાં સારો વરસાદ ન થાય તો ડાંગર સહિતના ખરીફ વાવેતર ને પણ જોખમ થઈ શકે છે ખેડૂત વર્તુળોના જણાવ્યા મુજબ આ વખતે જુલાઈમાં જ વરસાદ આવી જતા ખેડૂતોને સારી આશા જાગી હતી પ્રારંભમાં જુલાઇના વરસાદ પછી ઓગસ્ટના પ્રારંભે ડાંગરના ધરૂ ને રોપણી બાદ વરસાદની જરૂરત હતી હજુ વરસાદ ના આવતા સારું વળતર મળવાની આશાએ વાવણી કરનારા ખેડૂતોના મનમાં ચિંતાનાં વાદળો સાથે હજુ સારા વરસાદની આશાએ ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.

 

 

 

 

 

વધુ આજે વિતેલા ૨૪ કલાક દરમિયાન માત્ર ૭ તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં ચીખલીમાં ૧૧મી.મી. ખેરગામ અને વ્યારામાં પાંચ પાંચ મી.મી. વલસાડ વાપી અને નિઝરમાં ત્રણ ત્રણ મી.મી. ધરમપુરમાં ૨ મી.મી. વરસાદ નોંધાયો છે દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોની જીવાદોરી સમાન તાપી નદીના ઉપરવાસમાં આવેલા ઉકાઈ ડેમ ના કેચમેન્ટ વિસ્તાર મહારાષ્ટ્રમાં કેટલાક દિવસોથી વરસાદ બંધ છે અને પાણીની આવક માત્ર આજે સવારે ૧૦ કલાકે ૧ હજાર ક્યુસેક નોંધાઈ છે.

 

 

 

 

 

બીજી તરફ ડેમના સત્તાધીશો દ્વારા હાઈડ્રો યુનિટ ચલાવવા માટે એટલો જ જથ્થો તાપી નદીમાં છોડવામાં આવી રહ્યો છે. આજે સવારે ૧૦ કલાકે ઉકાઇ ડેમની સપાટી ૩૨૫.૬૦ નોંધાઈ છે જે ત્રણ દિવસમાં ૩૨ સેન્ટીમીટરનો ઘટાડો સૂચક તરીકે નોંધાયો છે. દરમિયાન આજે સવારથી દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, સુરત જિલ્લામાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે સવારે ૧૦ વાગ્યા સુધીમાં સુરત જિલ્લામાં બારડોલી ૬, ચોર્યાસી ૩, મહુવા ૨, પલસાણા ૭, અને સુરત સિટીમાં ૨, તેમજ ડાંગ જિલ્લામાં સુબીર ૧, સાપુતારા ૩, ઉમરગામ ૨, કપરાડા ૨ અને પારડી ૨ મી.મી. વરસાદ ૧૦ વાગ્યા સુધીમાં નોંધાયો છે જેને લઇને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. (ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application