સૌપ્રથમવાર યોજાયેલ ઈન્ડિયા ટોય ફેર 2021માં ઓનલાઈન ભાગ લેવા માટે તાપી જિલ્લાની બે શાળાઓની પસંદગી થઈ હતી. ફેબ્રુઆરી-21માં યોજાયેલી ઓનલાઈન સ્પર્ધામાં પ્રાથમિક શાળા વાંકલા તાલુકો ડોલવણ અને પ્રાથમિક શાળા સિંગી વ્યારાની શૈક્ષણિક રમકડાં કીટ વિભાગમાં કૃતિ રજૂ કરવા માટે રાજ્ય કક્ષાએ પસંદગી થઈ હતી. ધોરણ-6 થી 8માં ભાવનાબેન ભરતભાઈ ગામીત, વાંકલા શાળા અને ધોરણ 1 થી 5 માં પ્રાથમિક શાળા સિંગી વ્યારા, ચિત્રાંગના ચૌધરીએ શૈક્ષણિક રમકડાની કીટ રજૂ કરી રાજ્ય કક્ષાએ પસંદગી પામી નેશનલ લેવલે પહોંચી તાપી જિલ્લાને ગૌરવ અપાવ્યું હતું. શાળાઓના શિક્ષિકા બહેનોએ પોતાની કૃતિ વીડિયો અપલોડ કરી સમજાવી હતી.
ઓનલાઈન વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલા આ ટોયફેરથી બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય, સંખ્યાઓનુ, જ્ઞાન મળે તેમજ ગુણ-દુર્ગુણ વિશે જાણકારી મળે તેવા હેતુસભર રમકડાઓ રજુ કરવાના હતા. તાપી જિલ્લા ડાયેટમાં નિષ્ઠાપૂર્વક ખૂબ જ કાર્યરત એવા પારસીંગભાઈ ચૌધરી અને પ્રકાશભાઈ ચૌધરીએ યોગ્ય માર્ગદર્શન આપી શિક્ષિકા બહેનોને સહકાર આપ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500