તાપી જિલ્લા પંચાયતમા ખેત ઉત્પાદન અને સહકાર સિંચાઈ અધ્યક્ષ ભુપેન્દ્રભાઈ ફતેસિંહભાઈ ગામીતે વિભાગીય નિયામક, ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમ એસ.ટી.નિગમ સુરતને તથા સોનગઢ અને માંડવી ડેપો મેનેજરને તા.17મી સપ્ટેમ્બરના રોજ પત્ર લખી જણાવ્યું હતું કે, કોરોના કાળમાં વિદ્યાર્થીઓ માટે આવતી બસો બંધ કરી દેવામાં આવી હતી તે એસ.ટી બસો હાલ પણ રૂટો બંધ છે, જ્યારે શાળા-કોલેજો, આઈટીઆઈ શરૂ થઇ જતા અને બસો ન મળતા વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે, આ રૂટમાં મઢીથી બેડકુવા, ધામોદલા, કહેર કલમકુઇ થઇ બાજીપુરા સવારે 9 કલાકે અને સાંજે 5 કલાકે કહેર, કલમકૂઈ, ધામોદલા બેડકુવા થઇ મઢી અને યુવા, બાજીપુરા થઇ દેગામા રૂપવાળા સવારે 9 કલાકે અને સાંજે 5:30 પરત આજ રૂટ પર દોડાવવા માંગણી કરી છે.
આ ટ્રિપની બસો શરુ કરવા માંડવી અને સોનગઢ ડેપો વચ્ચે એક બીજા ઉપર ઢોળવામાં આવી રહ્યું છે, આજ રીતે બારડોલી ડેપોની દેગામા, ટાંકલી, વાલોડ-સુરતની ટ્રિપની સવારે 9 કલાકે અને સાંજે 5 કલાકે આજ રૂટની બસ બંધ કરી દેવામાં આવી છે અને ડેપો મેનેજરો આવકના બહાના હેઠળ રૂટો બંધ કરવાનો ફતવો જાહેર કરે છે પરંતુ ખરેખર વિદ્યાર્થીઓની પાસની ગણતરી કરતા નથી જેથી ઉપરોક્ત સમસ્યાના નિકાલ અંગે રજૂઆત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500