મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડરને અડીને આવેલ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં આવેલ એક મરઘાં ફાર્મમાં થોડા દિવસો અગાઉ લીધેલા મરઘાંના બર્ડ ફલૂના રિપોર્ટ પૈકી કેટલાક મરઘાના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લાનું પશુપાલન વિભાગ દોડતું થઈ ગયું હતું.
મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રના નવાપુર અને નંદુરબાર સહિતના વિસ્તારોમાં બર્ડ ફલૂના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તાપી જિલ્લા કલેકટરે નવાપુરને અડીને આવેલ ઉચ્છલ તાલુકામાં પશુપાલન વિભાગને તપાસના આદેશો આપ્યા હતા, દરમ્યાન પશુપાલન વિભાગ દ્વારા ઉચ્છલમાં આવેલ મરઘાની પોલ્ટ્રી ફાર્મના મરઘાના સેમ્પલો લઈને તપાસ માટે મોકલ્યા હતા. જેના રિપોર્ટ તા.15મી ફેબ્રુઆરી એ આવતા મોકલેલ સેમ્પલો પૈકીના કેટલાક રિપોર્ટ બર્ડફલુના પોઝિટિવ આવ્યા હતા.
ઉચ્છલ તાલુકામાં આવેલ નેશનલ પોલટ્રી ફાર્મ ખાતે બે મરઘાંના બર્ડ ફલૂના રિપોર્ટ પોઝિટિવ આવતા તાપી જિલ્લાનું વહીવટી તંત્ર કામગીરીમાં જોતરાઇને નેશનલ પોલ્ટ્રી ફાર્મના 17 હજાર જેટલા મરઘાઓ ,15 હાજર મરઘાના ઈંડાઓનો નાશની સાથે એક કિલોમીટરની ત્રિજ્યામાં આવેલ 250 પાલતુ મરઘાંઓના નાશની પ્રક્રિયા વિશેષ ટિમ બોલાવી કરાશે, પશુપાલન અધિકારીના જણાવ્યા અનુસાર ગત તારીખ 13-2-21ના રોજ નેશનલ પોલ્ટ્રી ફાર્મ માંથી તાજેતરમાં નવાપુરમાં બીજા પોલ્ટ્રીફાર્મમાં બર્ડફલુ પોઝિટિવ આવેલ હોવાથી નેશનલ પોલ્ટ્રી ફાર્મ માંથી 6 સેમ્પલો લીધેલા જેમાંથી 2 સેમ્પલોના રિપોર્ટ લીધે તે પોલ્ટ્રીફાર્મના જે પણ પક્ષીઓ હોય તેનો નાશ કરવાનો થાય છે,અહીં 17 હાજર પક્ષીઓ છે, ત્યારબાદ એ પોલ્ટ્રી ફાર્મને એપી સેન્ટર ગણી તેની આસપાસના એક કિલોમીટરના વિસ્તારમાં બેકયાર્ડ પોલ્ટ્રી તેવા પક્ષીઓને પણ મારી નાખવા પડે ,તેવા 250 પક્ષીઓ તેના ઈંડા, કિડ ,આઘારનો નિકાલ કરીને દાટી દેવું પડે, સરકારે નક્કી કરેલ ધારા ધોરણ મુજબ સર્વેને ક્મોસીઝન ,આપવાનું થશે, આની કામગીરી આવતીકાલથી શરુ થશે અને બરોડા અને અન્ય જગ્યાઓ પરથી 17 જેટલી ટિમો આવશે.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500