તાપી જિલ્લામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે દર વર્ષની જેમ સામાજિક સમાનતા અને એકતાના ભાગ રૂપે ચાલુ વર્ષે પણ વ્યારા અને વાલોડ સહીતના તાલુકાઓમાં આવેલ વસ્તીઓમાં જઈ સ્થાનિક વિસ્તારના લોકોને રક્ષાબંધન પર્વની જાણકારી આપીની લોકો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. જેમાં સોનગઢ ખાતે જિલ્લા કાર્યવાહ ચંદસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં અને વ્યારા ખાતે જિલ્લા પ્રમુખ પંકજ દહીંવેલકર, જિલ્લા ઘોસ પ્રમુખ નિલેશ ઘટાળીયા, નગર કાર્યવાહક જીગ્નેશ પાટિલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. તેવી જ રીતે વાલોડ, ડોલવણ, ઉચ્છલ તેમજ નિઝર સહીત વિસ્તારોમાં પણ તાલુકા કાર્યવાહક, વસ્તીના સેવા પ્રમુખોની ઉપસ્થિતિમાં માતૃશક્તિ, સ્વયંસેવકો તથા સથાનિક આગ્રનીઓને સાથે રાખી ઘરે-ઘરે ફરી બાળકોથી લઈને વડીલો, વૃદ્ધો તથા મહિલાઓને પણ રાખડી બાંધી સ્નેહધરા વરસાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application