Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મિલકતો ભાડે આપતા માલિકોએ વિગતો પોલીસ સ્ટેશનમાં આપવી

  • July 03, 2021 

તાપી જિલ્લામાં રહેણાંક મકાન, ધંધાના એકમો, દુકાનો, ઓફિસ કે ઔદ્યોગિક એકમોના માલિકો કે સંચાલકો દ્વારા આવી મિલકતો ભાડે આપવામાં આવે તો તેની માહિતી તૈયાર કરી નજીકના પોલીસ સ્ટેશન અને મામલતદાર ઓફિસમાં આપવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડી તાકીદ કરી છે. જાહેરનામાં જણાવ્યા અનુસાર તાપી જિલ્લામાં કોઇ મકાન/દુકાન/ઓફિસ/ઔદ્યોગિક એકમોના માલિકો કે સંચાલકોએ એકમો ભાડે આપ્યા આપ્યા હોય તેવી મિલકતોની માહિતી તૈયાર કરી સંબંધિત પોલીસ સ્ટેશન અને મામલતદારને આપવાની રહેશે. 

 

 

 

 

ઉપરોક્ત જણાવેલ માહિતી પ્રમાણે હવે પછી આવી કોઇ મિલકતો સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઇ વ્યક્તિને ભાડે આપી શકશે નહિં. હવે પછી ભાડે આપવાના હોય ત્યારે ઉપરોક્ત જણાવ્યા સહિત સબંધિત દલાલ કે જેઓએ ભાડુઆતની ઓળખાણ આપેલ હોય તે અંગેની જરૂરી માહિતી પણ નિયત નમૂનામાં તૈયાર કરી જે તે વિસ્તારના સંબંધિત પોલીસ સ્ટેશન તથા મામલતદારને આપવાની રહેશે. આ હુકમ તા.૨૫/૦૮/૨૦૨૧ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application