વ્યારા નગરમાં આવેલ માર્કેટ યાર્ડમાં દિવાળીનું 05 દિવસનું મીની વેકેશન હોવાથી યાર્ડમાં ડાંગર સહિત અન્ય ખેત પેદાશોની આવક થતી ન હતી જયારે લાભ પાંચમના દિવસથી યાર્ડ રાબેતા મુજબ શરૂ થતાં વહેલી સવારથી ડાંગરની આવક શરૂ થવા જોવા મળી હતી. પ્રથમ દિવસે 170 ગુણી સાથે અન્ય ખેત પેદાશો પણ આવના શરૂ થઇ જતા ખેતીવાડી માર્કેટની ચહલપહલ વધી હતી.
જોકે, તાપી જિલ્લા ખાતે આ વર્ષે ચોમાસુ અંતિમ તબક્કામાં સારું રહ્યું હતું જેથી તાપી જિલ્લા ખાતે પિયત જમીન હોય આ વિસ્તારમાં ડાંગરનું વાવેતર વધુ કરાયું હતું. દિવાળી બાદ ખેડૂતો ડાંગરની કાપણી પણ ધીમે ધીમે શરૂ કરી દીધી હતી. આ વર્ષે ડાંગરનું ઉત્પાદન સારું થયું છે. વ્યારા નગરના માર્કેટિંગ યાર્ડમાં લાભ પાંચમના દિવસે 177 ગુણી ડાંગરની આવક થઈ હતી અને 20 કિલોનો રાસ ભાવ 300થી 305 જેટલો રહ્યો હતો. આ ઉપરાંત માર્કેટ યાર્ડમાં ભીંડા, શાકભાજી સહિતના કઠોળની પણ સારી આવક જોવા મળી હતી.વધુમાં વ્યારા માર્કેટ યાર્ડના પ્રમુખએ જણાવ્યું હતું કે વ્યારા ખાતે વર્ષોથી ખુલ્લી હરાજી, ખરો ટોલ અને સાચી કિંમત મળે છે. સીઝનના પ્રથમ તબ્બકામાં ડાંગર સહિત અન્ય ખેત પેદાશોની સારી આવક જોવા મળે છે. આગામી દિવસોમાં વધુ સારી આવક અને ટેકાના ભાવથી પણ વધારે ભાવ ખેડૂતો મળતા હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application