સોનગઢના મુખ્ય બજારમાં આવેલ રૂપાલી મોબઈલ સ્ટોરની દુકાનમાં ગુરુવારે બપોરના 2.30 વાગ્યાના સમયે દુકાનમાં ગ્રાહકોની ભીડ જોવા મળી હતી. આ ગ્રાહકો વચ્ચે કોઈપણ પ્રકારનું સોશિયલ ડીસ્ટન્સ જળવાયું ન હતું. જયારે હાલમાં જીલ્લા કલેકટરે કોરોના સંક્રમણને રોકવા બહાર પડેલ જાહેરનામાં પ્રમાણે દુકાનમાં ઉપસ્થિત સ્ટાફે હેન્ડ-ગ્લોઝ પહેર્યા ન હતા અને દુકાનમાં સેનિટાઈઝરની વ્યવસ્થા પણ ન હતી. દુકાનદાર હિતેશ પ્રકાશ સહાનીએ પોતાના મોઢા પર માસ્ક પણ યોગ્ય રીતે પહેર્યો ન હતો. તેથી દુકાનદાર સામે જાહેરભંગ અંગે આઈપીસી 188, 269 અને જીપીએ એક્ટ 131 પ્રમાણે ગુનો દાખલ કરી તેમની અટક કરવામાં આવી હતી.
જયારે બીજા કિસ્સામાં શાકભાજી માર્કેટમાં તેજ સમય દરમિયાન પોતાની શાકભાજીની દુકાન ક્રિષ્ના નામની દુકાન ખોલી ગ્રાહકોને શાકભાજી વેચતો દિનેશ સીયારામ મોરે પણ સોશિયલ ડીસ્ટન્સ સહિતની બાબતોનું પાલન ન કરતો મળી આવ્યો હતો. તેથી શાકભાજીના દુકાનદાર સામે પણ જાહેરનામાં ભંગ સહિતનો ગુનો દાખલ કરી તેની અટક કરી હતી.
આવો જ ત્રીજો કિસ્સા પણ સામે આવ્યો છે જેમાં, અલીફનગરમાં રહેતા મુસ્તકિમ ફકીરા ખાટકી નામનો ફેરિયો પણ પોતાની લારીમાં બપોરે ત્રણ વાગ્યા પછી લસણ વેચાતો જોવા મળ્યો હતો તેથી તેણે પણ જાહેરનામાનાં નિયમોનું ભંગ કરતા આઈપીસી ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500