તાપી જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને પહોંચી વળવા તાપી જિલ્લાની કોવીડ-૧૯ સારવાર માટે માન્યતા ધરાવતી હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓ માટે રાજ્ય સરકારે રેમડેસિવિર ઇન્જેકશનની ફાળવણી કરેલ છે.
કલેકટર આર.જે.હાલાણીએ જણાવ્યું હતું કે, રેમડેસિવિર ઈન્જેક્શન મેળવવા કોરોનાની સારવાર કરતી ખાનગી હોસ્પિટલો, જનરલ હોસ્પિટલ, વ્યારા ખાતેથી રેમડેસિવિર ઈન્જેકશનનો જથ્થો મેળવી શકશે. ઇન્જેકશનના માંગણી પત્ર સાથે દરેક દર્દીના RT-PCR રિપોર્ટ, આધાર કાર્ડ અને દરેક દર્દીનું ડોકટરી પ્રિસ્ક્રીપ્શન સામેલ કરવાનું રહેશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ વ્યવસ્થા હેઠળ હોસ્પિટલના અધિકૃત વ્યક્તિએજ ઓથોરાઈઝડ લેટર અને ઉપરોક્ત દસ્તાવેજો લઈને જનરલ હોસ્પિટલના ઓપીડી બિલ્ડીંગમાં આવવાનું રહેશે.
તાપી જિલ્લા માટેની વ્યવસ્થા સિવિલ હોસ્પિટલ વ્યારા ખાતે ઉભી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, તાપી જિલ્લામાં શૈલેન્દ્ર હોસ્પિટલ, નીલ હોસ્પિટલ, ટ્રીનીટ્રી ચિલ્ડ્રન હોસ્પિટલ, મોદી ચિલ્ડ્રન હોસ્પિટલ, રીધમ હોસ્પિટલ અને સોનગઢની સાર્થક હોસ્પટલ કોવિડ-૧૯ સારવાર માટે માન્યતા ધરાવે છે.આમ ખાનગી હોસ્પિટલોને રેમડેસિવિર ઇન્જેકશન ફાળવવા માટે વ્યવસ્થા કરેલ હોય કોઇ દર્દીના સગાએ ઇન્જેકશન માટે સીવીલ હોસ્પિટલ કે કલેકટર કચેરી ખાતે આવવાનું રહેશે નહી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500