Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલમાં પ્રાથમિક શાળાની વિધાર્થીનીને 4 સત્ર સુધી અનાજ ન આપતા સંચાલકને 3 વર્ષની સજા

  • April 09, 2021 

ઉચ્છલના આમકુટી નિશાળ ફળિયામાં પોતાના ઘરે પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર સસ્તા અનાજની દુકાના ચલાવતા પરશુભાઈ નંદરિયાભાઈ વસાવાએ વર્ષ 2011 થી 2013 દરમિયાન 4 સત્ર સુધી આમકુટી અને તેની આસપાસની જામવણ અને કુંભરાડ ગામની પ્રાથમિક શાળાનાં અભ્યાસ કરતી આદિજાતિની કન્યાઓને સરકાર તરફથી ફાળવવામાં આવતો અનાજનો જથ્થો 216.60 ક્વિન્ટલ જેની કીંમત રૂપિયા 3,03,240/- થાય છે તે ઉચ્છલના સરકારી ગોડાઉન માંથી મેળવી વિધાર્થીનીઓને અને તેમના વાલીઓને આપવાના બદલે પોતાના અંગત લાભ માટે કાળાબજારમાં વેચી નાખ્યો હતો.

 

 

 

 

 

આ બાબતને લઈને ઉચ્છલમાં મામલતદરને તા.19/08/2014ના રોજ અપાયેલા આવેદન પત્રમાંથી થયેલી તપાસમાં આવેદન પત્રના આક્ષેપોમાં તથ્ય જણાતા દુકાનદાર પરશુભાઈ નંદરિયાભાઈ વસાવા વિરુદ્દ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. ગરીબ આદિજાતિ વિધાર્થીનીઓનું અનાજ બારોબાર કાળાબજારમાં વેચી મારવા અંગે આરોપી વિરુદ્ધ પુરતા પુરાવા સાથે પોલીસે જે તે સમયે કોર્ટમાં ચાર્જસીટ દાખલ કરી હતી. શાળાએ ભણતી બાળકીને વાર્ષિક 60 કિલો ઘઉં આપવાની સરકારી યોજનામાં આશરે ચારેક વર્ષનું આનાજ મોટાભાગની બાળકીઓને દુકાનદારે આપ્યું ન હતું. આ કેસ કોર્ટમાં ચાલી જતા પૂરતા પુરાવાને આધારે ઉચ્છલના જજ જયેશ લ્ક્ષ્મણભાઈ પરમાર (જ્યુડી.મેજી.ફ.ક) નાએ આ સસ્તા અનાજની દુકાન ચલાવનાર પરશુભાઈ વસાવાને ઈપીકો કલમ-407ના ગુન્હામાં દોષિત ઠરાવનો હુકમ કર્યો હતો.

 

 

 

 

 

દોષિત ઠરેલા દુકાનદારને ત્રણ વર્ષ સુધી સાદી કેદની શિક્ષા તથા દંડ પેટે રૂપિયા 5000/- ભરવાનો હુકમ અને જો દંડની રકમ ભરપાઈ ન કરે તો વધુ એક માસની સજા તથા ઈપીકો કલમ-420 મુજબ ત્રણ વર્ષ સુધીની સાદી કેદની શિક્ષા તથા દંડ પેટે રૂપિયા 2500/- ભરવાનો હુકમ અને જો દંડની રકમ ભરપાઈ કરે તો 15 દિવસની સજા ભોગવાનો હુકમ કરવામાં આવ્યો છે. આરોપીને આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ-7 મુજબ પણ ત્રણ વર્ષ સુધીની સાદી કેદની શિક્ષા તેમજ દંડ પેટે રૂપિયા 2500/- ભરવાનો હુકમ અને જો દંડની રકમ ભરપાઈ ન કરે તો વધુ 15 દિવસની સજા ભોગવાની રહેશે તેવો કોર્ટે હુકમ કર્યો છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application