Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ ઓટા ચાર રસ્તા પાસેથી પોલીસે દારૂનો જથ્થો પકડી પાડ્યો

  • November 25, 2021 

સુર્યવંશી મનિષા/વ્યારા : તાપી એલસીબી પોલીસ સ્ટાફના માણસો બુધવારે સવારે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન સોનગઢ ટાઉન ઓટા ચાર રસ્તા પાસે આવતા સામેથી એક મોપેડ બાઈક ઉપર પ્લાસ્ટીકની કાળી કોથળીમાં કઈક મુકેલ હોય જેથી પોલીસને પ્રોહી.ની શંકા જતા મોપેડ ચાલકને ઉભો રાખવાનો ઈશારો કરતા મોપેડ ચાલક પોતાના કબ્જાની મોપેડ લઈ સોનગઢ રેલ્વે સ્ટેશન રોડ મલ્હાર મંદિર પાસે પોતાના કબ્જાની મોપેડ મૂકી ખેતરોમાં ભાગી ગયા હતા.ત્યારબાદ પોલીસે સફેદ કલરની સુઝુકી મોપેડ નંબર જીજે/26/એસી/0364માં તપાસ હાથ ધરતા મોપેડના વચ્ચેનાં ભાગે પ્લાસ્ટીકની કાળી કોથળીમાં ખાખી પુંઠાના બોક્સમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની 240 બોટલો મળી આવી હતી જેની કીંમત રૂપિયા 12,000/- હતી. આમ, પોલીસે દારૂની 240 નંગ  બોટલો અને મોપેડ બાઈક મળી કુલ રૂપિયા 32 હજારનો મુદ્દામાલ કબ્જે કરી 2 અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application