Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પોલીસ રેડમાં વાલોડનાં શિકેર ગામેથી દારૂની બોટલો મળી

  • November 07, 2021 

સુર્યવંશી મનિષા/વ્યારા : વાલોડ પોલીસ સ્ટાફનાં માણસો શનિવારે મોડી સાંજે શિકેર બીટ વિસ્તારમાં પ્રોહી. ગુન્હા અંગે પેટ્રોલીગમાં નીકળેલ હતા તે સમય દરમિયાન ખાનગી બાતમી મળેલ હતી જે બાતમીના આધારે પોલીસે શિકેર ગામનાં મોચી ફળિયામાં રહેતા સંતોષભાઈ ઉર્ફે સતીષભાઈ છનાભાઈ રાઠોડનાં ઘરે જઈ ઘરમાં તથા ઘરની બાજુમાં ઝાડી ઝાખરામાં તપાસ કરતા એક પીળા રંગની પ્લાસ્ટીકની થેલી મળી આવી હતી જેમાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની કુલ 48 બોટલો મળી આવી હતી. જોકે પોલીસની રેડ જોઈ ત્યાં હાજર ઈસમ સંતોષ અંધારાનો લાભ ઉઠાવી ભાગી છુટ્યો હતો. આમ, પોલીસે દારૂનો મુદ્દામાલ કબ્જે કરી સંતોષ રાઠોડને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી.     


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application