Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

છાપટી ગામે જુગારના અડ્ડા પર પોલીસના દરોડા, એક શખ્સ ઝડપાયો, એક વોન્ટેડ

  • July 08, 2021 

ઉચ્છલ તાલુકાના છાપટી ગામમાં ચાલતા વરલી મટકા જુગારના અડ્ડા પર પોલીસ રેઈડ કરતા એક શખ્સને ઝડપી પાડ્યો હતો. જયારે એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે.

 

 

 

 

મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો આજરોજ બપોરે ખાનગી વાહનમાં બેસી પ્રોહી.જુગારની રેઈડમાં નીકળ્યા હતા. તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસે છાપટી ગામના નિશાળ ફળિયામાં ચાલતા વરલી મટકા જુગારના અડ્ડા પર દરોડા પાડવામાં આવ્યા હતા. તે દરમિયાન સ્થળ પરથી નરપતભાઈ જયરામભાઈ વસાવા રહે,નિશાળ ફળિયું, છાપટી ગામ તા.ઉચ્છલનાને મુંબઈથી નીકળતા વરલી મટકાના આંક પર હારજીતનો જુગાર રમાડતા ઝડપી પાડવામાં આવ્યો હતો. જયારે પિકેશ વસાવા રહે.આમલાણ ગામ, કોંકણી ફળિયું, નવાપુર, જિ.મહારાષ્ટ્રના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતા. પકડાયેલા આરોપી પાસેથી પોલીસે રોકડ રકમ રૂપિયા 2120/- તથા મોબાઈલ ફોન નંગ તેમજ જુગારના સાધનો સહિત કુલ રૂપિયા 3120/-નો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓ વિરુધ્ધ ઉચ્છલ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application