તાપી એલસીબી પોલીસ સ્ટાફના માણસો સોમવારે બપોરે ૨ વાગ્યાના અરસામાં વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. અંગેની પેટ્રોલીગમાં નીકળ્યા હતા. તે સમયે ખાનગી બાતમી મળી હતી જે બાતમીના આધારે એલસીબી પોલીસે વાલોડના શાહપોર ગામની સીમમાં ખાડી કિનારે દેશી દારૂ બનાવાવાની ભઠ્ઠી પર રેડ કરી સ્થળ પર હાજર એક ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા તેનું નામ કાળુભાઈ ઉર્ફે કાળીદાસ સોમાભાઈ નાયકા (રહે.જાંબુડા ફળિયું, શીકેર ગામ,વાલોડ) જણાવ્યું હતું અને પોતે ભઠ્ઠી પર મજુરી તરીકે કામ કરે છે તેમ જણાવેલ હતું.
ત્યારબાદ પોલીસે દેશી દારૂની ભઠ્ઠી કોની છે અને તેમાં વપરાતો ગોળ કોણ પૂરો પાડે છે તો જાણવા મળ્યું હતું કે, દારૂની ભઠ્ઠી વાલોડના શીકેર ગામના જાંબુડા ફળિયામાં રહેતા રાજુભાઈ ભીખાભાઈ નાયકા અને દારૂ બનાવા માટેનો ગોળ વાલોડના નનસાડ ગામના મંદિર ફળિયામાં રહેતા ગોપાલભાઈ નંદરામ શાહુ પૂરો પાડે છે. આમ, પોલીસે કોરોના મહામારીને કારણે ઝડપાયેલ ઈસમને બોલાવે ત્યારે હાજર રહેવાની સમજ સાથે નોટીશ આપી હતી જયારે દારૂની ભઠ્ઠી ચલાવનાર અને દારૂ બનાવવા માટે ગોળ પૂરો પાડનાર બંને ઈસમોને વોન્ટેડ જાહેર કરી પોલીસે કુલ રૂપિયા ૨૦૧૦/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500