સુર્યવંશી મનિષા/વ્યારા : વ્યારા પોલીસ સ્ટાફના માણસો મંગળવારે મોડી સાંજે ખાનગી વાહનમાં બેસી વ્યારા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન ફરતા-ફરતા સ્ટેશન રોડ ઉપર આવ્યા હતા અને ત્યારબાદ માર્કેટ યાર્ડની પાછળ રહેતા પ્રોહી. પ્રવૃત્તિ સાથે સંકળાયેલા દીપકભાઈ વકાલતનાથ શુકલાના ઘરે રેડ કરવા ગયા હતા.તે દરમિયાન દીપકભાઈ ઘરે હાજર ન હતા અને ઘર બંધ હોય પોલીસે ઘરની આજુબાજુ તપાસ હાથ ધરતા એક વિમલના થેલામાંથી ભારતીય બનાવટનો ઇંગલીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 67 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 5850/- હતી અને દીપક શુકલા ઘરે હાજર ન રહેતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application