નિઝર તાલુકાના રાયગઢ ગામે જાહેર રસ્તા ઉપર ગંજીપાના ઉપર હારજીતનો જુગાર રમતા ૫ ઈસમોને ઝડપી અને પોલીસે કુલ રૂપિયા ૩૦૭૪૦/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ સ્ટાફના માણસો ગણેશ ઉત્સવ નિમિત્તે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે, રાયગઢ ગામના કાથોડિયા ફળિયામાં રહેતા, વસંતભાઈ આસ્માભાઈ કાઠોડિયાના ઘરની સામેના જાહેર રસ્તા ઉપર લાઈટના અજવાળામાં કેટલાક ઈસમો ગંજી પાના ઉપર હારજીતનો જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે સ્થળ ઉપર જઈ રેડ કરતા અર્જુનભાઈ નાનસીંગભાઈ પાડવી (રહે.સરપંચ ફળિયું, રાયગઢ ગામ, નિઝર), દિલીપભાઈ દુલસીંગભાઈ વસાવા (રહે.નિશાળ ફળિયું, રાયગઢ ગામ, નિઝર), ભીલ્યાભાઈ પોપટભાઈ નીકુમ (રહે.નિશાળ ફળિયું, રાયગઢ ગામ, નિઝર), સ્વપ્નીલભાઈ ભગવાનભાઈ સાટોટે (રહે.બજાર ફળિયું,રાયગઢ ગામ,નિઝર) અને ગંભીરભાઈ વિઠ્ઠલભાઈ નાયક (રહે.મંદિર ફળિયું, રાયગઢ ગામ,નિઝર)ના ઓને જુગાર રમતા ઝડપી પાડી તેઓની અંગઝડપીમાં રૂપિયા ૨૭૭૬૦/- તથા દાવ પરના રૂપિયા ૨૪૮૦/- તેમજ ૧ નંગ મોબઈલ અને જુગાર રમવાના સાધનો મળી કુલ રૂપિયા ૩૦૭૪૦/-નો મુદ્દામાલ કબ્જે કરી પાંચેય ઈસમો વિરુદ્ધ જુગારધારા એક્ટનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500